મહેસાણા તાલુકા પોલીસે 14,730ની રોકડ સહિત કુલ 35 હજારનો મુદ્દામાલ કબજે કર્યો
શોભાસણ રોડ પર શાહીલ ટાઉનશીલમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડાતો હતો
Sohan Thakor – મહેસાણા તા. 24- મહેસાણા જિલ્લામાં શ્રાવણ અગાઉ શ્રાવણિયા જુગારની મોસમાં પુર બહારમાં ખીલી ઉઠી હોય તેમ રોજબરોજ પોલીસના હાથે જુગારના શોખીન જુગારીઓ મહેસાણા જિલ્લામાંથી ઠેર ઠેર ઝડપી પાડવામાં આવી રહ્યાં છે. મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીએ જુગાર રમતાં શખ્સોને ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દેવાના આપેલા આદેશ મુજબ મહેસાણા તાલુકા પી.આઇ વાણિયાજીના નેતૃત્વમાં તાલુકા પોલીસની ટીમે શોભાસણ રોડ પર ચાલતાં જુગારધામ પર દરોડો પાડતાં હાજર જુગારીઓ આઘા પાછા થઇ ગયા હતા. મહેસાણા તાલુકા પોલીસે આ રેઇડ દરમિયાન નવ જુગારીઓને 14,730ની રોકડ તથા મોબાઇલ સહિત કુલ 35,230નો મુદ્દામાલ ઝડપી જુગારીઓને જેલમાં ધકેલી દીધા હતા.

મહેસાણા જિલ્લામાં ઠેરઠેર ચાલતા જુગારધામો પર સ્થાનિક પોલીસ દરોડા પાડી જુગારીઓને ઝડપી રહી છે. ત્યારે મહેસાણા તાલુકા પોલીસે શોભાસણ રોડ પર આવેલી શાહીલ સોસાયટીમાં રેડ પાડીને જુગાર રમતા 9 લોકોને રંગેહાથ ઝડપી લીધા હતા. તમામ સામે જુગારધારા એક્ટ અંતર્ગત કાર્યવાહી હાથ ધરી હતી. મહેસાણા શહેરના શોભાસણ રોડ પર આવેલ શાહીલ ટાઉનશીપ-2મા રહેતો પઠાણ એઝાજ ખાન ઉર્ફ પપુ પોતાના મકાનમાં બહારથી માણસો લાવી જુગાર રમાંડતો હોવાની બાતમી મહેસાણા તાલુકા પોલીસને મળી હતી. જે બાદ પોલીસે સ્થળ પર દરોડા પાડી જુગારધામ ઝડપી લીધું હતું. જ્યાં જુગાર રમતા 9 લોકો જુગાર રમતાં ઝડપાયા હતા. સમગ્ર દરોડા દરમિયાન પોલીસે મકાનમાંથી 14,730 રૂપિયા રોકડા, 5 મોબાઈલ કિંમત 20,500, જુગાર રમવાના 284 નંગ કોઈન મળી કુલ 35,230નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ આદરી હતી.
જુગારધામ પરથી પોલીસના સકંજામાં આવેલા જુગારીઓના નામ
(1) એઝાજ ઉર્ફ પપ્પુ,શાહીલ ટાઉનશીપ – મહેસાણા
(2) પ્રહલાદભાઈ ભગવાનદાસ શાહ,રહે,મારુતિ ટેનામેન્ટ, મહેસાણા
(૩) મિયાણા વલીમહમદ ભીમજીભાઈ, રહે હૈદરી ચોક દરગાહ પાછળ, મહેસાણા
(4) સૈયદ સદામહુસેન મકબુલહુસેન,રહે કસબા કાજીવાસ, મહેસાણા
(5) બહેલીંમ ફિરોજ ભીખનખાન,રહે સાલીમાર સોસાયટી, મહેસાણા
(6) રિઝવાના ઉર્ફ પહેલવાન અયુબભાઈ બહેલીમ,રહે પંખીયાવાસ, મહેસાણા
(7) નૂરખાન દાઉદખાન બાબી,રહે બાબીવાડા, મહેસાણા
(8) મહમદ ફારૂક ગુલાબનમી વોરા,રહે મોટી વોરવાડ, મહેસાણા
(9) અજીજભાઈ રમઝાનભાઈ શેખ,રહે ગોલવાડ, મહેસાણા


