ગરવી તાકાત સાબરકાંઠા : ગાંભોઈ પોલીસે ગત રાત્રિએ ઇકો કારનો પીછો કરી રૂ. 2.67 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો જોકે, કાર ચાલક પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો આ ઘટનામાં કુલ રૂ. 6.17 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો ગાંભોઈ PI એસ.જે. ગોસ્વામીના જણાવ્યા અનુસાર, પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં ત્યારે જગતપુરા જૂના બસ સ્ટેન્ડ નજીક ભિલોડા તરફથી આવતી એક શંકાસ્પદ ઇકો ગાડી જોવા મળી પોલીસે રોકવાનો પ્રયાસ કરતા ચાલકે યુ-ટર્ન લઈ ભિલોડા તરફ ગાડી હંકારી.

પોલીસે સરકારી અને ખાનગી વાહનો દ્વારા ઇકોનો પીછો કર્યો ચાલકે ફિલ્મી ઢબે ગાડીને માંકડી પેટ્રોલ પંપ રોડ પરથી માંકડી ગામ તરફ અને ત્યાંથી ચાંદરણી ગામની સીમમાં ખેતરોના કાચા રસ્તાઓ પર હંકારી અંતે, ચાલક ઇકો ગાડી છોડીને ભાગી છૂટ્યો તલાશી લેતા ઇકો ગાડીમાંથી 680 નંગ વિદેશી દારૂ અને બિયર મળી આવ્યા જેની કિંમત રૂ. 2,67,000 આંકવામાં આવી.

આ ઉપરાંત, રૂ. 3,50,000ની ઇકો ગાડી પણ જપ્ત કરવામાં આવી આમ, પોલીસે કુલ રૂ. 6,17,000નો મુદ્દામાલ કબજે કર્યો ગાંભોઈ પોલીસે ફરાર ઇકો ચાલક વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી ઉલ્લેખનીય કે, છેલ્લા ત્રણ દિવસમાં ગાંભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂ ભરેલી આ પાંચમી કાર ઝડપાઈ.


