વડગામના છાપી હાઈવે પર બ્રીજની કામગીરી દરમિયાન ખીલાસરી માથે પડતા ચાર શ્રમિકો દટાયા

May 31, 2024

ચારેય શ્રમિકોને સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં

ગરવી તાકાત, બનાસકાંઠા તા. 31 – વડગામ તાલુકાના છાપી હાઇવે પર પુલ બનાવવાની કામગીરી ચાલુ હતી તે દરમિયાન ખીલાસરી માથે પડતા નીચે કામ કરતા ચાર જેટલાં શ્રમિકો દબાયા હતા. ઘટનાના પગલે આસપાસથી અન્ય મજૂરો દોડી આવ્યા હતા અને ઘાયલ થયેલા શ્રમિકોને બહાર કાઢ્યા હતા. જેમાં ત્રણ શ્રમિકોને સામાન્ય ઈજા પહોંચી હતી જ્યારે એક શ્રમિકને ગંભીર ઈજા પહોંચી હતી. ચારેય શ્રમિકોને સિદ્ધપુર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

પાલનપુર અમદાવાદ હાઇવે ઉપર વડગામ તાલુકાના છાપી પાસે પુલ બનાવવાની કામગીરી શરૂ હતી. જે સમય દરમિયાન ખીલાસરી અચાનક નીચે પડી જતા નીચે કામ કરી રહેલા ચાર શ્રમિકો નીચે આવી ગયા હતા.

ઘટનાના પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પુલ બનાવવામાં અન્ય કામ કરી રહેલા શ્રમિકો અને સ્થાનિક લોકો દ્વારા તત્કાલિક ખીલાસરી હટાવી દબાયેલા શ્રમિકોને બહાર કાઢવામાં આવ્યા હતા. ત્રણ શ્રમિકોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી, જ્યારે એક શ્રમિકને અતિ ગંભીર ઇજાઓ પહોંચતા ચારે શ્રમિકોને સિદ્ધપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0