પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની ધરપકડ મામલે અર્બુદા સેના મેદાને.તાત્કાલિક જેલમુક્ત કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર અપાયું

શેર કરવા અહીં ક્લિક કરો.

— સુઇગામ ખાતે રેલી યોજી મામલતદાર અને પ્રાંત કલેકટરને આવેદનપત્ર આપી રજુઆત કરાઈ :

ગરવી તાકાત થરાદ : ગુજરાત ના પૂર્વ ગૃહ મંત્રી અને અર્બુદા સેનાના નેજા હેઠળ ચૌધરી સમાજનું સંગઠન એકત્ર કરી સામાજિક તેમજ વિવિધ મુદ્દે રજુઆત કરતા વિપુલ ચૌધરીની દૂધ સાગર ડેરીમાં અગાઉના કૌભાંડ કેસોને લઈ ગત 14 સપ્ટેમ્બરે ધરપકડ કરી જેલ હવાલે કરતાં રોષે ભરાયેલા અર્બુદા સેનાના કાર્યકરોએ સમગ્ર ગુજરાતમાં તાલુકા મામલતદાર પ્રાંત કલેકટર સહિતની કચેરીઓમાં આવેદનપત્ર આપી વિપુલ ચૌધરીને તાત્કાલિક જેલ મુક્ત કરવાની માંગ કરી હતી,
જે મામલે સુઇગામ ખાતે પણ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત અર્બુદા સેનાના કાર્યકરોએ રેલી સ્વરૂપે સરકાર તેરી તાનાશાહી નહિ ચલેગી નહિ ચલેગી, જેલકા તાલા તૂટેગા વિપુલભાઈ છુટેગા જેવા સરકાર વિરુદ્ધ નારા લગાવી સૂત્રોચ્ચાર સાથે મામલતદાર કચેરીએ ધસી જઈ મામલતદાર અને સુઇગામ પ્રાંત કચેરીના શિરસ્તેદાર ને આવેદનપત્ર આપ્યું હતું, આ પ્રસંગે યુવા એડવોકેટ અશોક ચૌધરીએ જણાવ્યું હતું કે ચૌધરી સમાજના પીઢ આગેવાન અને અર્બુદા સેનાના સ્થાપક વિપુલભાઈ ની ધરપકડ સરકારના ઈશારે થઈ છે,તેમને તાત્કાલિક જેલમુક્ત કરવામાં આવે તે માટે અમોએ આવેદનપત્ર આપ્યું છે,
અને જો અંગે સરકાર કોઈ પગલાં નહિ ભરે તો આગામી સમયમાં સંગઠનની સૂચના મુજબ અમો ઉગ્ર કાર્યક્રમો આપીશું.આ અંગે યુવા અગ્રણી અમરતભાઈ ચૌધરીએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે વિપુલભાઈ ની જે ધરપકડ કરવામાં આવી છે,તે 10 થી 15 વર્ષ જુના કેસો છે, ચૂંટણીઓ નજીકમાં છે,ત્યારે સરકારને આવા જુના કેસો બાબતે ધરપકડ કરાઈ છે,તે યોગ્ય નથી, આ બાબતને અમો સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ,આ સરકાર આ બાબતે જો વિપુલભાઈ ને જેલમુક્ત નહિ કરે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન ,કાર્યક્રમો કરી ન્યાય મેળવીને જ જંપીશું.
તસવિર અને અહેવાલ : નયન ચૌધરી – થરાદ
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.