ગોવાના પુર્વ CM લુઈઝિન્હો ફલેરિયોને TMC રાજ્યસભામાં મોકલશે

શેર કરવા અહીં ક્લિક કરો.

ગોવામાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે તૈયારી કરી રહેલી ટીએમસીએ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી લુઇઝિન્હો ફલેરિયોને રાજ્યસભા માટે નોમિનેટ કર્યા છે. તમને જણાવી દઈએ કે લુઈઝિન્હો સપ્ટેમ્બરમાં કોંગ્રેસ છોડીને ટીએમસીમાં જાેડાયા હતા. તાજેતરમાં મમતા બેનર્જીએ તેમને ટીએમસીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા હતા. આ પછી મમતા બેનર્જીએ તેમને વધુ એક પ્રમોશન આપ્યું છે. પાર્ટીએ તેમને રાજ્યસભામાં મોકલવાનો ર્નિણય કર્યો છે. મમતા બેનર્જીએ કહ્યું કે, અમે લુઇઝિન્હો ફલેરિયોને સંસદના ઉપલા ગૃહમાં નામાંકિત કરી રહ્યા છીએ. મને આની જાહેરાત કરતાં ખૂબ જ આનંદ થાય છે. અમને રાષ્ટ્રની સેવા કરવાના તેમના પ્રયાસો પર વિશ્વાસ છે. અમારા લોકો દ્વારા વ્યાપકપણે પ્રશંસા કરવામાં આવશે!

રાહુલ ગાંધીએ ચીનનો સંદર્ભ આપી હિંદુ અને હિંદુત્વનો ફર્ક સમજાવ્યો, તો જીતુ વાઘાણીએ કહ્યુ, જો બીજા દેશના ગુણગાન ગાવા હોય તો ત્યાં જ જતા રહો !

લુઈઝિન્હો ફલેરિયો ૨૯ સપ્ટેમ્બરે કોંગ્રેસ છોડીને ટીએમસીમાં જાેડાયા હતા. તેમના જાેડાવાના સમયે પાર્ટી વતી એવું કહેવામાં આવ્યું હતું કે 4 દાયકાની તેમની રાજકીય કારકિર્દીમાં ફલેરિયોએ ગોવા અને રાજ્યના લોકોના વિકાસ માટે કામ કર્યું છે, અમને વિશ્વાસ છે કે તેમના સક્ષમ માર્ગદર્શન હેઠળ અમારી પાર્ટી આગળ વધશે. નવી ઊંચાઈઓ સુધી પહોંચશે અને દરેક ભારતીય નાગરિકના લોકતાંત્રિક અધિકારોના રક્ષણ માટે લડવાનું ચાલુ રાખશે.

(ન્યુઝ એજન્સી)

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.