— 27 વર્ષથી સતામાં રહેલી ભાજપ સરકાર વિકાસના મુદ્દે વોટ માંગે. વિકાસ કર્યો હોય તો વોટ માંગવાની ક્યાં જરૂર છે : શંકરસિંહ વાઘેલા :
ગરવી તાકાત સુઇગામ : સુઇગામ તાલુકાના પ્રસિદ્ધ યાત્રાધામ નડાબેટ ખાતે રવિવારે યોજાયેલ ખેડૂત સંમેલનમાં ઉપસ્થિત પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પોતાના ટૂંકા કાર્યકાળમાં થયેલ કામોની વિગતો આપી આજે ખેડૂતોની જે પરિસ્થિતિ છે,તે દયાજનક છે,એમ જણાવી વર્તમાન ભાજપ સરકારને આડેહાથ લીધી હતી,27 વર્ષથી ગુજરાતમાં સતા ભોગવી રહેલી ભાજપ સરકાર ભ્રષ્ટ હોવાનું જણાવ્યું હતું,ખેડૂતો, બેરોજગારો ની હાલત દયનિય છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ લીધા સિવાય તેમણે જણાવ્યું કે મોરબી દુર્ઘટના સમયે તેઓ ગુજરાતમાં હતા,
એક એક્ટ્રેસ નું મોત થાય તો ધ્વજ અડધી કાઠીએ ફરકાવવાની સૂચના અપાય,પણ મોરબીની દુર્ઘટના બાદ PM ગુજરાતમાં હોય તેમ છતાં કાર્યક્રમો કરે સભાઓ ગજવે અને ત્રીજા દિવસે મુલાકાત લે,રાતો રાત હોસ્પિટલોનું રંગરોગાન થઈ જાય.એ કયાની સંવેદના.જૂઠું બોલવું અને ખોટા વાયદા આપવા એ ભાજપની નીતિ રહી છે,મોઘવારી અને કરપશનથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે,
તેમણે જણાવ્યું કે ભાજપ કોંગ્રેસ બન્નેને હું ઓળખું છું, 27 વર્ષ લોકોની સેવા કરી હોય તો લોકો પાસે જવાનું ના હોય પણ 27 વર્ષમાં આ લોકોએ ભ્રષ્ટાચાર અને કરપશન કર્યું છે, લોકો પરિવર્તન ઈચ્છી રહ્યા છે,ત્યારે વખતે કોંગ્રેસને વોટ આપી કોંગ્રેસની સરકાર બને તે માટે મીડિયા સમક્ષ તેમણે જણાવ્યું હતું.