રાજ્યમાં નૈઋત્યના ચોમાસાનો વિધિવત પ્રારંભ, ઉત્તર, મધ્ય અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી

June 12, 2024

રાજ્યોમાં ચોમાસાની એટ્રી થઈ છે. જો કે પ્રિ મોનસૂનમાં જ 100 તાલુકામાં વરસાદ વરસી ચૂક્યો છે

ગત વર્ષ કરતા 14 દિવસ વહેલો ચોમાસાનો પ્રારંભ થયો છે. છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમા સરેરાશ 40 ઈંચ વરસાદ નોંધાયો છે.

ગરવી તાકાત, ગાંધીનગર, તા.12 – રાજ્યમાં નૈઋત્યના ચોમાસાનો વિધિવત પ્રારંભ થયો છે. ત્યારે આગામી છ દિવસ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં આગામી 48 કલાક તો રાજ્યભરમાં મન મૂકીને મેઘરાજા વરસશે.

આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, કચ્છ અને સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં વરસાદ વરસશે. સાથે જ દમણ, દાદરા નગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યોમાં ચોમાસાની એટ્રી થઈ છે. જો કે પ્રિ મોનસૂનમાં જ 100 તાલુકામાં વરસાદ વરસી ચૂક્યો છે અને ગત વર્ષ કરતા 14 દિવસ વહેલો ચોમાસાનો પ્રારંભ થયો છે. છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમા સરેરાશ 40 ઈંચ વરસાદ નોંધાયો છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0