કડી નંદાસણ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વૃક્ષ છેદનની પ્રક્રિયા બેફામ છતાં વન વિભાગનું મૌન

June 3, 2024
કડી તથા ગ્રામ્ય વિસ્તારમાં લીલાં છમ વૃક્ષોનું છેદન છતાં વન વિભાગ ના અધિકારીઓ મૂકપ્રેક્ષક
પર્યાવરણ બચાવો , વૃક્ષ બચાવોની માત્ર વાતો માત્ર કાગળ પર જ 
ગરવી તાકાત, કડી તા. 03 – હાલ સમગ્ર રાજ્યમાં એક બાજુ ગરમી  દિવસેને દિવસે વધારો થતો જોવા મળી રહ્યો છે ત્યારે શહેરના વિકાસને લઇને અનેક ગટાદાર વૃક્ષોનું  છેદન થઇ રહ્યું છે ત્યારે હવે ગામડાઓમાં પણ લોભિયા અધિકારીના અનેક પ્રકારના લીલા વૃક્ષોનું છેદન થતું જોવા મળી રહ્યું છે. કડીમાં અનેક વાર વૃક્ષો કાપવાની વિગતો સામે આવે છે છતાં પણ કડીના અધિકારીઓ મૂકપ્રેક્ષક બની ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
કડીમાં તથા ગ્રામ્ય વિસ્તારમાં અનેક માફીયાઓ લીલા વૃક્ષો કોઈના ડર વગર બેફામ રીતે વૃક્ષોનું છેદન કરીને બારોબાર વેચાણ કરવામાં આવતું હોય છે છતાં કડીનું પોલીસ તંત્ર અને વન વિભાગના અધિકારીઓને આવા ખુલ્લે આમ જાહેર રસ્તા ઉપર મસ મોટા વાહનો ભરીને લઇ જવાતા લાકડાની ગાડીઓ કેમ અઘિકારીઓને નજરમાં નથી આવતી કે શું કે પછી આ અધિકારીઓને વહીવટ મળતાની સાથે અઘિકારીઓ છૂમંતર થઈ જતાં હોય તેવું જોવા મળી રહ્યું છે.
જંબુસરના ટુંડજ ગામે ગેરકાયદેસર વૃક્ષ છેદન થતા સરપંચ દ્વારા મામલતદારને લેખિત  ફરિયાદ કરાઈ - BNI News - Breaking News India | Latest Updates, Trends, and  Insights
કડી વન વિભાગના અધિકારીઓના નાક નીચે ધોળા દિવસે વૃક્ષોનું છેદન છતાં કોઈ કાયૅવાહી કેમ નહિ એક બાજુ રાજ્ય સરકાર વૃક્ષોના ઉછેર માટે અનેક અપીલ કરીને અલગ અલગ કાર્યક્રમો યોજીને જાગૃતિ લાવવામાં આવે છે ત્યારે આ અધિકારીએને જાણે વૃક્ષો બચાવવા માટે કોઈ આવા જે બેફામ માફીયાઓ વૃક્ષોનું છેદન કરી રહ્યા છે એમની સામે શું આવનાર સમયમાં કાયૅવાહી કરવામાં આવશે કે નહીં.
 પર્યાવરણ બચાવો , વૃક્ષ બચાવોની માત્ર વાતો ખાલીને ખાલી ચોપડે નોંધાઈ હોય તેવું જોવા મળી રહ્યા છે કડીના વન વિભાગના અધિકારીઓ ઓફિસ બેઠા બેઠા ઠંડી હવા ખાતા જોવા મળી રહ્યા છે અને બહાર વૃક્ષો છેદન કરતા માફીયાઓ બેફામ વૃક્ષો કાપીને બારોબાર વેપાર કરી પૈસા કમાઈ રહ્યા છે. છતાં હજૂ સુધી કડીના વન વિભાગના અધિકારીઓ તથા પોલીસ અધિકારીઓ એ આવા વૃક્ષો કાપતા માફીયાઓ સામે કોઈ જ પ્રકાર ની નક્કર કાર્યવાહી ન કરતા અનેક સવાલો અઘિકારીઓ સામે ઉભા થઇ રહ્યા છે. નંદાસણ વિસ્તારમાં પણ મસમોટા લીલા વૃક્ષો કાપવાની કામગીરી બેફામ વધી રહી છે છતાં અઘિકારીઓ ને કોઈ કામગિરી કરવામાં રસ જ ના હોય તેવું જોવા મળી રહ્યું છે.
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0