ગરવી તાકાત અંબાજી : અંબાજી વિસ્તારના જંગલમાં ગેરકાયદે પ્રવેશ કરી લીલા વૃક્ષોની કટિંગ, વન્યપ્રાણીઓના શિકારની તૈયારી તથા આગ લગાડવાના ઈરાદે ફરતા ચાર શખ્સોને વન વિભાગની ટીમે ઝડપી લીધા દાંતા પશ્ચિમ રેન્જ હેઠળના જાસણા જંગલ સર્વે નંબર 44 વિસ્તારમાં અંબાજી મદદનીશ વન સંરક્ષક અને ટીમ દ્વારા જંગલ ફેંસિંગની કામગીરી ચાલી રહી તે દરમિયાન વન કર્મચારી અને કાયમી રોજમદારોએ સંદિગ્ધ હલચલ નોંધતા તપાસ હાથ ધરી તપાસમાં ચાર શખ્સો ગેરઅધિકૃત રીતે જંગલમાં પ્રવેશ કરી લીલા વૃક્ષો કાપતા.
અને વન્યપ્રાણીઓના નિવાસસ્થાનને નુકસાન પહોંચાડતા ઝડપાયા ઉપરાંત આગ લગાડવાના ઈરાદાની પણ માહિતી મળી વન વિભાગે આરોપીઓ પાસેથી કુલાડી નં. 4, અતિડો નં. 1, ક્લચ વાયર નં. 2, મોટરસાયકલ નં. 2 તથા મોબાઈલ નં. 3 કબજે કર્યા આ તમામ વસ્તુઓ ગુનામાં ઉપયોગમાં લેવામાં આવતી હોવાનું જાણવા મળ્યું આરોપીઓ સામે ભારતીય વન અધિનિયમ-1927ની કલમ 26, 52, 64, 66 સહિત તથા વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-1972ની કલમ 2, 9, 29, 51, 52, 57 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો.
આરોપીઓને દાંતા પશ્ચિમ રેન્જ કચેરી ખાતે લાવી આગળની તપાસ હાથ ધરવામાં આવી બાદમાં પાલનપુરની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી કરવામાં આવશે પકડાયેલા આરોપી (1) નાગજીભાઈ સોમાભાઈ ગમાર (રહે. નવામોટા, તા. ખેડબ્રહ્મા), (2) રાવજીભાઈ નેતાભાઈ તરાલ (રહે. મીઠીબીલી, તા. ખેડબ્રહ્મા), (3) કિરણભાઈ સવજીભાઈ સોલંકી અને (4) સવાભાઈ ખાંગાભાઈ સોલંકી (બંને રહે. રાણપુર-બંગલા, તા. હડાદ, જી. બનાસકાંઠા)


