થરા સહિત આજુબાજુમાં સતત ત્રણ દિવસથી મેઘરાજાએ અડીગો જમાવ્યો

July 27, 2022
ગરવી તાકાત થરા :  કાંકરેજ તાલુકામાં થરા સહિત આજુબાજુના વિસ્તારમાં  સતત ત્રણ દિવસથી મેઘરાજાએ અડીગો જમાવ્યો હોય તેવો વરસાદી માહોલ સર્જાયો હતો. આજે દશામા એવ્રત જીવ્રતની શરૂઆત અષાઢવદ અમાસથી થશે. અષાઢ માસના અંતિમ દિવસોમાં  મેઘરાજા મનમૂકીને કાંકરેજ તાલુકામાં થરા સહિત આજુબાજુમાં મૈડકોલ અધગામ ભાવનગર રાણકપુર ભલગામ ઊણ રાજપુર  દેવદરબાર દુગરાસણ ખોડા ખસા વિસ્તારમાં દિવસે અને રાત્રે ગાજવીજ વગર મેઘ ઝડીયુ વરસી રહી છે.ખેડૂતો પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
કાંકરેજ તાલુકામાં આજુબાજુના વિસ્તાર કરતાં ઘણો ઓછો વરસાદ પડયો હતો.છતાં અવારનવાર ઝાપટાં પડવાના કારણે ચોમાસું પાકોનું વાવેતર હજુ કેટલાક વિસ્તારમાં થયું નથી ત્યાં મેઘમહેર થતાં અને છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામતાં શાળાએ જવા તૈયારી કરીને નિકળતા વિધાર્થીઓ થોડીવાર અટવાઈ પડે છે . ધોધમાર વરસાદની સાથે સર્વત્ર વાતાવરણમાં ઠંડક ને ખુશનુમાનો માહોલ સર્જાયો છે.
થરા રૂની રોડ સહિત નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયાં હતાં.એક અઠવાડિયાથી વરસાદી વાદળો ગોરંભાયેલા રહેતાં માખી-મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. પશુઓમાં લમ્પી વાયરસનો ભય પશુપાલકોને ડરાવી રહયો છે. તો બીજી બાજુ વધતા જતા કોરોના ના કેસથી હવે શું લોકો પ્રશ્ર્નો કર્તા થયા છે.
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0