પ્રથમવાર ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં પરિક્રમાના રસ્તા પર દિપડો દેખાતાં ફફડાટ

August 7, 2023

દિપડાએ બકરાનું મારણ કરતાં અંબાજી દર્શનાર્થીઓમાં ભયનો માહોલ, સિક્યુરીટી ગાર્ડ મુકાયાં 

ગરવી તાકાત, અંબાજી તા. 07- તાજેતરમાં ગુજરાતમાં દિપડાઓની સંખ્યામાં વધારો થયો હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. ત્યારે જંગલ વિસ્તારમાંથી દિપડાઓ રહેણાંક વિસ્તારોમાં પ્રવેશ કરીને હુમલા કરતાં હોવાની ઘટના પણ અવાર નવાર પ્રકાશમાં આવતી રહે છે. યાત્રાધામ અંબાજીનાં ગબ્બર વિસ્તારમાં આજે એકાએક દીપડો દેખાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ગબ્બર પર્વત પાસે જંગલી પ્રાણીના લીધે 51 શક્તિપીઠ પરીક્રમા માર્ગ આજે બંધ રાખવામાં આવ્યો છે. ગબ્બર આસપાસના વિસ્તારમાં જંગલી જાનવર ફરી રહ્યું હોવાના સોશિયલ મીડિયામાં એક વીડિયો સામે આવ્યો હતો, ત્યારબાદ તંત્ર સાવચેત થઈ ગયું હતું. વન વિભાગ તરફથી સાંજના અને રાત્રિના સમયે આવા વિસ્તારમાં ન જવા સૂચન પણ કરાયું છે.

ગબ્બર ઉપર જવા ચાલતા જવાનો માર્ગ યાત્રિકો માટે ખુલ્લો રાખવામાં આવ્યો છે. પરંતુ આજે સવારે આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ 51 શક્તિપીઠ પરિક્રમા માર્ગ જંગલી જાનવરના આગમનને લઈને આજે સવારથી બંધ રાખવામાં આવ્યો છે. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ તરફથી અહીં સિક્યુરિટી ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે, અને તેઓ યાત્રિકોને જવા દેતા નથી. વન વિભાગ તરફથી જંગલી જાનવરની જાણકારી મેળવવામાં આવી છે. બીજી બાજુ ગબ્બર પર્વત પાસે જંગલમાં રહેતા આદિવાસી પરિવાર દીપડાના ભય સાથે જીવી રહ્યા છે. જંગલી જાનવર તેમના કુતરા અને બકરાનું મારણ કર્યું હોવાની પણ વાત સામે આવી છે.

યાત્રાધામ અંબાજી ર્માં ગબ્બર પર્વત પાસે 51 શકિતપીઠ પરિક્રમા નજીક દીપડો દેખાતા વન વિભાન હરકતમાં આવ્યુ હતું.દીપડાના ફોટા વાયરલ થતાં પરિક્રમ તરફ જતા માર્ગને બંધ કરવાની સાથે અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સિકયોરીટી ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા હતા.

જંગલ નજીક રહેતા આદિવાસી પ્રજાજનોના બકરાનું મારણ દીપડા દ્વારા કરવામાં આવતા પ્રજાજનો ભયના માહોલમાં જીવી રહ્યા છે. અને ઘરે જ રહી પોતાના પરિવારની સુરક્ષા કરી રહ્યા છે.વન વિભાગ દ્વારા સતત દીપડાને પકડવાની કવાયત હાથ ધરવામાં આવી હતી અને પાંજરૂ પણ લગાવવામાં આવ્યું હતુ. ઉપરાંત વન વિભાગ તરફથી સાંજના અને રાત્રીના સમયે આવા વિસ્તારમાં ન જવા સુચન કરાયુ હતું. ટ્રસ્ટ્ર દ્વારા ગબ્બર ઉપર જવા ચાલતા જવાનો માર્ગ યાત્રીકો માટે ખુલ્લો રાખવામાં આવ્યો છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0