પાલનપુર તાલુકાના બાદરપુરા (કા) ગામેથી રાત્રી દરમિયાન શિકાર કરવા આવેલા પાંચ ઈસમો ઝડપાયા

June 9, 2022

— મોડી રાતે ગ્રામજનોએ પાંચ લોકોને ઝડપી લઈ પોલીસને સોંપ્યા :

ગરવી તાકાત પાલનપુર :  પાલનપુર તાલુકાના બાદરપુરા કાલોસન ખાતે ગતરોજ મોડી રાતે શિકાર કરવા આવેલા પાંચ લોકોને ગામ લોકોએ ઝડપી લઈ પોલીસને સોંપ્યા હતા. સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો બાદરપુરા ગામની સીમમાં અજાણ્યા ચાર-પાંચ માણસો રાત્રીના સમયે ખેતરોમાં શિકાર કરવાના બહાને બેટરીથી લાઇટ મારતા હોઇ જેથી આ અજાણ્યા ઇસમો ઉપર શંકા જતાં બાદરપુરા ઉમિયાનગર ખાતે રહેતા કિર્તિભાઇ અંબારામભાઇ પટેલ અને તેમના ઘરે ધાર્મિક પ્રસંગમાં આવેલ દિનેશભાઇ ગણેશભાઇ પ્રજાપતિ તથા કિશનજી રવાજી ઠાકોર તથા રાજેન્દ્રસિંગ પ્રહલાદજી ઠાકોર તથા ખુશમન બાબુલાલ વણકર તથા રાજેન્દ્રસિંહ જગાજી રાજપુત તથા સંજયભાઇ પોપટભાઇ રાવળ વિગેરે માણસો આ અજાણ્યા ઇસમોને પકડાવા જતાં
પોતાની ગાડીમાં બેસી ભાગવા જતાં બધા માણસોએ રસ્તા બંધ કરી પકડી પાડેલા અને આ અજાણ્યા ઇસમો પાસે શિકાર કરવા માટે એક બારાબોર બંદુક લોડ કરેલ હાલતમાં તથા બે લાકડાના ધોકા ગાડી માંથી મળી આવેલ અને તેઓની પાસે એક બેટરી હતી અને આ અજાણ્યા પાંચેય ઇસમોને પુછપરછ કરતાં (૧) ફઈમભાઇ અતિકુરરહેમાન થરાદરા (૨) અબરાર અબ્દુલરસીદ ગગા (૩) અબ્દુલસાફી અબ્દુલસલામ ચંગવાડીયા (૪) જેનૈદ મહંમદતૈયબ મરેડીયા (૫) ઝાબીર નજીઅહેમદ આંગલોડીયા તમામ રહે.
ભાગળ (જગાણા) તા.પાલનપુર વાળાઓ બાદરપુરા ગામમાં રાત્રીના સમયે બીજાના પરવાના વાળું હથિયાર ગેરકાયદેસર લઇને રાત્રીના સમયે  ગામની સીમમાં કોઇ બદઇરાદથી આવેલ હોઇ આ તમામ ઇસમોને પકડીને પાલનપુર પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરતા ગઢ પોલીસ ઘટના આવી ઉપરોકત ઇસમોને ગાડી સાથે પકડી ગઢ પોલીસ સ્ટેશનમાં લાવી કિર્તીભાઇ અંબારામભાઇ પટેલની ફરિયાદ ના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0