મહેસાણામાં કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને શારિરીક્ષ ક્ષતિ ગ્રસ્ત શહિદ સૈનિકાના પરીવારોને આર્થિક સાધન-સહાય અપાઇ

July 29, 2022

ગરવી તાકાત મહેસાણા : શહિદ સૈનિકાના પરિવાર તથા પૂર્વ સૈનિકો અને તેઓના પરિવારના કલ્યાણકારી હેતુ માટે વિવિધ સંસ્થાઓ અને સક્ષમ નાગિરકોને શારીરિક ક્ષતી ધરાવતા પૂર્વ સૈનિકો,સ્વ સૈનિકોના ધર્મપત્નીઓને તબીબી સંસાધનો સહિતની વિવિધ આર્થિક સહાય માટે તેમજ સૈનિક કલ્યાણ પ્રવૃતિઓ માટે સહયોગ આપવા અપીલ કરાઇ હતી.

જેને લઇને મુથુટ ફાયનાન્સ મહેસાણા દ્વારા 45 હજારની રકમની 02 વ્હીલચેર,01 હાઇડ્રોલીકબેડ અને વોટર ડીસ્પેન્સર આપવામાં આવ્યું હતું આ ઉપરાંત મેનેજર બ્લીસ રીસોર્ટ મહેસાણા દ્વારા પુર્વ સૈનિકોના ધર્મપત્નીઓને તેઓની વોટરપાર્કમાં લેવામાં આવતી પ્રવેશ ફીમાં 25 ટકા રાહત આપવમાં આવેલ છે.

આ ઉપરાંત કાન્તીલાલ ચૌધરી દાતા દ્વારા રૂ 10 હજાર કિંમતની રાશનકીટ તેમજ વિઠ્ઠલભાઇ પ્રજાપતિ દ્વારા સ્વ સૈનિકોના ધર્મપત્નીઓને ગીફ્ટ તથા નોર્થ ગુજરાત એક્સ સર્વિસ એશોશિયેશન મહેસાણાના પ્રમુખ હોવાના કારણે પૂર્વ સૈનિકોના કલ્યાણ માટેના કાર્યક્રમોમાં થનાર ખર્ચની રકમ સ્વયં આપી સહભાગી થયા હતા. શહિદ સૈનિકોના પરીવારોને વિવિધ સાઘન સહાય તેમજ કીટ વિતરણ આપવાનો કાર્યક્રમ જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0