મહેસાણા જિલ્લાના ખેડુતોને જામફળ, કેળ અને આંબા પાક માટે નવીન સહાય યોજનાનો લાભ મળશે

July 18, 2023

રાજ્યના ખેડુતોને આંબા, જામફળ અને કેળ જેવા બાગાયતી પાકોનો વિસ્તાર વધારવા સરકારે રુ.૪૫ કરોડની યોજના જાહેર કરી

ગરવી તાકાત, મહેસાણા તા. 18- આપણા પરંપરાગત કૃષિ પાકો માંથી રાજ્યના ખેડુતોને આંબા, જામફળ અને કેળ જેવા બાગાયતી પાકોનો વિસ્તાર વધારવા સરકારે રુ.૪૫ કરોડની યોજના જાહેર કરી તેવુ કૃષિ મંત્રી શ્રી રાધવજી પટેલે જણાવ્યુ છે. ખેડુતો ફળ પાકોના એકમ વિસ્તારમાં મહતમ આ ત્રણેય પાકોમાં ફળપાકોના વાવેતર દ્વારા વધુ ઉત્પાદન મેળવવાની રાધવજી પટેલે આશા વ્ય્કત કરી હતી.

મહેસાણા જિલ્લાના ખેડુતોને બાગાયત ખાતાની નવી જાહેર થયેલી યોજના “ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ” અંતર્ગત ચાલુ વર્ષે ખેડુતો આંબા અને જામફળ પાકમાં ધનિષ્ઠ ખેતી પધ્ધતિ અપનાવે તેમજ કેળપાકમાં ટીસ્યુક્લ્ચર ટેકનોલોજી અપનાવી ખેતી કરે તેવા ઉદેશ સાથે ખેડુતોને આંબા અને જામફળ ફળપાકની કલમો તથા કેળ પાકમાં(ટિસ્યુ) રોપામાં સહાય આપવામાં આવશે.

જેમાં આંબા પાકમાં કલમ દીઠ ૧૦૦ રુ. અથવા થયેલ ખર્ચ પૈકી જે ઓછુ હોય તે ધ્યાને લઇ રુ.૪૦૦૦૦ પ્રતિ હેકટર જેમાં ઓછામાં ઓછા ૪૦૦ કલમો/૧ હે તેમજ જામફળ માટે કલમરોપા દીઠ ૮૦ રુ ઓછામાં ઓછા ૫૫૫ કલમો /૧ હે. માટે અને રુ. ૪૪૦૦૦ અથવા થયેલ ખર્ચ પૈકી જે ઓછુ હોય તે મળવાપાત્ર રહેશે. ઉપરાંત પ્રથમ વર્ષે અન્ય બાગાયતી પાકની ખેતી આંતરપાક તરીકે કરવામાં આવે તો આંબા પાકમાં રુ. ૧૦૦૦૦ પ્રતિ હે સહાય અને જામફળ પાકમાં રુ. ૬૦૦૦ પ્રતિ હે સહાય મળવાપાત્ર રહેશે. ક્લમો/રોપા કૃષિ યુનિ/બાગાયત ખાતાની નર્સરી/ NHB માન્ય નર્સરીમાંથી ખરીદ કરવાના રહેશે.

કેળ પાકમાં ટિસ્યુ રોપા દીઠ થયેલ ખર્ચ પૈકી મહ્તમ રૂ. ૫ ઓછામાં ઓછા ૩૦૦૦ રોપા માટે રુ.૧૫૦૦૦ /હેક્ટર બે માંથી જે ઓછુ હોય તે સહાય મળવપાત્ર રહેશે. ટિસ્યુકલ્ચર રોપા DBT માન્ય ટિસ્યુ લેબ અથવા GNFC, GSFC, કૃષિ યુનિ ટિસ્યુ લેબ જેવી સરકારશ્રીની જાહેર લેબ પાસેથી ખરીદવાના રહેશે.

આ ધટકમાં ખેડુતો તા. ૧૮/૦૭/૨૦૨૩ થી. તા. ૧૭/૦૮/૨૦૨૩ સુધીમાં આઇ-ખેડુત પોર્ટલમાં ગ્રામ પંચાયત ના ઇ–સેન્ટર અથવા ખાનગી ઇન્ટરનેટ માધ્યમથી અરજી કરી શકશે. ત્યાર બાદ અરજી ની પ્રિંટ લઇ સહી કરી જરૂરી સાધનિક કાગળો જેવાકે ૮(અ) ના ઉતારા, આધાર કાર્ડ ની નકલ, બેંક પાસબૂક અથવા કેન્સલ કરેલ ચેક તેની પાછળ બિડાણ કરી અરજી નિયત સમયમાં કચેરીના કામકાજના દિવસે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, રૂમ નંબર-એસ-૨, બ્લોક નંબર-૧,બહુમાળી ભવન, મહેસાણા ખાતે જમા કરવા જણાવવામાં આવે છે.

ઉપરોક્ત યોજનાઓમાં જિલ્લામાં અમલી રાજય પુરસ્કૃત્ત યોજનામાં અમલી ઘટકોના લક્ષ્યાંક મુજબ સરકારશ્રીના નિયમાનુસાર લાભ આપવામાં આવશે. વધુ માહીતી માટે કચેરીના ફોન નંબર ૦૨૭૬૨-૨૨૧૦૬૯ પર સંપર્ક સાધી શકાશે એમ નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી મહેસાણાની અખબાર યાદીમાં જણાવવામાં આવ્યુ છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0