ખેડૂતોને ચિંતા થવા લાગી કે, હવે માવઠું ક્યારે જશે? ખેતી પાકોમાં ભારે નુકશાન

March 19, 2023

હજુ પણ 22 માર્ચ સુધી અમુક ભાગમાં કમોસમી  વરસાદ થશે

20 માર્ચથી માવઠામાંથી મોટા ભાગના વિસ્તારને છુટકારો મળશે

ગરવી તાકાત, મહેસાણા તા. 19 – રાજ્યમાં હાલ વાતાવરણમાં અનેકવાર પલટો આવી રહ્યો છે. ત્યારે ખેડૂતોને ચિંતા થવા લાગી છે કે, હવે માવઠું ક્યારે જશે? સાકલોનિક સર્ક્યુલેશનની અસર રાજ્યના વાતાવરણ પર જોવા મળી રહી છે. હજુ પણ 22 માર્ચ સુધી અમુક ભાગમાં કમોસમી  વરસાદ થશે. માવઠાના મારથી ખેતી પાકને નુકસાન થઈ રહ્યું છે. મહેસાણા જિલ્લાના અનેક તાલુકામાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેતીપાકોમાં ભારે નુકશાન થયું છે. ખેડૂતોને પડતાં પર પાટુ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

ખેડૂતો પરેશાન છે અને રાહ જોઈ રહ્યા છે કે હવે માવઠાથી ક્યારે છુટકારો મળશે. માવઠાના મારથી છુટકારો મળે તો સારું છે. પરંતુ વારંવાર સિસ્ટમ બની રહી છે જેના કારણે કમોસમી વરસાદ થઈ રહ્યો છે. હજી પણ 22 માર્ચ સુધી માવઠું યથાવત રહેશે. પરંતુ 20 માર્ચથી માવઠામાંથી મોટા ભાગના વિસ્તારને છુટકારો મળશે અને ત્યાર બાદ ગરમીનું પ્રમાણ વધશે.

ગરમીના કારણે ફરી વાતાવરણ પલટો આવશે 26થી 28 માર્ચના ફરી સિસ્ટમ સક્રિય થશે. બંગાળના ઉપસાગરની અસર થશે અને અરબી સમુદ્રનો ભેજ ગુજરાત તરફ આવશે. જેના કારણે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત , સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં કમોસમી વરસાદ થશે. પરંતુ હવે જે માવઠું થશે તે હળવું રહશે. માવઠું પછી માવઠું. આ ચાલુ જ રહેશે અને એપ્રિલના પહેલા સપ્તાહમાં વાતાવરણમાં પલટો આવશે.

દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્રમાં માવઠાનો માર પડશે અને મેં મહિનામાં આંધીનું પ્રમાણ વધશે. 20 એપ્રિલ પછી ગરમી પડશે અને અમુક ભાગોમાં 45 ડિગ્રી તાપમાન પહોંચી જશે. ગુજરાતમાં કમોસમી વરસાદ થાય છે પરંતુ કરા પડવાનું પ્રમાણ વધી ગયું છે. જોકે ક્લાયમેન્ટ ચેન્જની અસર ઋતુ પર થઈ રહી છે. ગ્લોબલ વોર્મિંગ એક પરિબળ છે સાથે અન્ય પરિબળો પણ જવાબદાર છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0