કાંકરેજ તાલુકામાં થરા સહિત આજુબાજુમાં અષાઢી બીજે ગાજવીજ સાથે મેઘરાજાની ધમાકેદાર પધરામણીથી ખેડૂતો પશુપાલકોમાં ખુશી

July 2, 2022
ગરવી તાકાત કાંકરેજ : છેલ્લા કેટલાક સમયથી કાળઝાળ ગરમી બફારાથી લોકો પશુ પક્ષીઓ ત્રાહિમામ પોકારી ઊઠયા હતા. ગુજરાતમાં પંદરમી જુન પછી મેઘરાજાની પધરામણી થતી હોય છે પરંતુ આ વર્ષે જુન પુરો થયો ને અષાઢી બીજના 5 – 6 વાગ્યા સુધીમાં વરસાદના કોઇ એધાણ નહીં દેખાતાં હવે શું થાશે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં મેઘરાજાની ધમાકેદાર પધરામણીના સમાચારથી પશુપાલકો ધરતીપુત્રો આનંદ અનુભવતા હતા
ત્યાં અષાઢી બીજની સાજે છ વાગ્યા પછી પશ્ચિમ ઉત્તર ભાગમાં અચાનક કાળાં ડિબાંગ વાદળો ચડી આવ્યાં હતાં કાંકરેજ તાલુકામાં થરા સહિત આજુબાજુમાં મૈડકોલ અધગામ ભાવનગર રાણકપુર ભલગામ ઊણ રાજપુર દેવદરબાર ઇસરવા નાથપુરા તેરવાડા ખારીયા ટોટાણા વડા બલોચપુર કાકર મંગળપુરા ઈન્દ્રમાણા કાટેડીયા કંથારીયા નેકોઈ દુગરાસણ ખોડા ખસા અષાઢી બીજના મોડીરાત્રે ગાજવીજ સાથે મેઘરાજાની ધમાકેદાર પધરામણીથી ખેડૂતો પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
અનુભવી ખેડૂતો પશુપાલકો કહેતા હતા કે અષાઢી બીજે વીજ ચમકારા ને વરસાદ પડે તો આખું વરસ સારૂં જાય.આવતી કાલથી શાળાનો સમય બપોરની પાળીનો થશે ને મેઘરાજાની પધરામણી થતાં વિધાર્થીઓ વેપારીઓમાં ખુશીની લહેર પ્રસરેલી જોવા મળતી હતી.દિયોદર ભાભર રાધનપુર તરફના ગામડાઓમાં એકથી આઠેક ઇચ વરસાદ ખાબક્યો હોવાના વાવડ મળે છે.
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0