માલધારી સમાજ રાજ્ય સરકાર સામે લડી લેવાના મુડમાં જોવા મળી રહ્યો છે. જેમાં માલધારી સમાજના ગરીબ/અભણ લોકો શહેરમાં ગાયો રાખીને ગુજરાન ચલાવી રહ્યા છે તેઓને હેરાનગતી વધી જતાં માલધારી સમાજ આંદોલનના મુડમાં આવી ગયો છે. માલધાર5ી સમાજના આરોપ મુજબ પોલીસ દ્વારા મોટા મોટા દંડ કરવામાં આવે છે, પોલીસ કેસ પણ કરે છે. સરકારે માલધારીઓની ગોચર જમીન વેચી મારી છે. હવે ગાયો જાય ક્યાં? આ મામલે માલધારી સમાજના આગેવાનોએ ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીમાં 01-01-2022થી આમરણાંત ઉપવાસ પર બેસવાનો નિર્ણય લીધો છે.
અમદાવાદ સહીતના શહેરોમાં માલધારી સમાજને ઢોરને લઈ ભારે હાંલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં ગાયોને તંત્ર દ્વારા ગેરકાનુની રીતે પકડી પાડી અવેજમાં હપ્તા ઉઘરાવવાની ફરિયાદો ઉઠી છે. જેમાં રબારી કોમ્યુનીટી દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે, એક ગાય ને છોડાવવા 7 થી 10 હજાર રૂપિયા થાય છે, એટલા રૂપીયા તો એ ગાય એના મલિકને કમાઈને પણ નહીં આપતી હોય. માલધારી સમાજ ઘણા સમયથી ગોચર જમીન પરત કરવા માંગ પણ ઉઠાવી રહ્યો છે. આ સીવાય સમાજની માંગ મુજબ સરકાર દ્વારા એનિમલ હોસ્ટેલ પણ આજ દિન સુધી બનાવવામાં નથી આવ્યુ જેથી માલધારી સમાજના દિનેશભાઇ દેસાઈ (મોટપ), વિરમભાઈ રબારી, મયુરભાઈ દેસાઈ, રઘુભાઈ રબારી (ભદ્રેવાડી) જેવા લોકોએ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આમરણાંત ઉપવાસ પર બેસવા માટે મંજુરી માંગી છે. જેમાં તેઓ તારીખ 01-01-2021 ના રોજ ઉપવાસ પર બેસવા જઈ રહ્યા છે.
આ આંદોલનને પગલે માલધારી કોમ્યુનિટીના આગેવાનોએ તેમના સમાજના લોકોને મોટી સંખ્યામાં જોડાવાનુ આહવાન કર્યુ છે. ઉલ્લેખનીય છે કે, માલધારીઓ દ્વારા એવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે, આ મામલે માલધારી સમાજના લોકો પર ખોટા કેસો પણ દાખલ કરવામાં આવ્યા છે. આ બાબતે સરકાર સમક્ષ અગાઉ અનેક રજુઆતો પણ કરવામાં આવી હતી. પરંતુ આજદિન સુધી માલધારી સમાજની માંગોને નજરઅંદાજ કરવામાં આવતા આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
તમને જણાવી દઈયે કે, વર્તમાન કેન્દ્ર તથા રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકારો ગાયોને લઈ ખુબ પોલીટીક્સ કરે છે પરંતુ જ્યારે ગાયોના ગોવાળના હક્ક અધિકારીની વાત આવે ત્યારે સરકાર ક્યાંક ને ક્યાંક ઉદાશીન જોવા મળે છે.