— માલણ- હસનપુર રોડ પર પ્રથમ વરસાદી ઝાપટામાં જ ઘૂંટણસમા પાણી ભરાતા વાહનો ફસાયા :
ગરવી તાકાત પાલનપુર : પાલનપુર તાલુકાના માલણ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં સામાન્ય વરસાદી ઝાપટા પડ્યા હતા. જેને કારણે માલણ હસનપુર રોડ પર દર વર્ષની જેમ પાણી ભરાઈ જતા લોકોના વાહનો ફસાઈ ગયા હતા. દર વર્ષે ચોમાસામાં અહી ભરાતા પાણીની સમસ્યાને કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ત્યારે આ બાબતે પી.ડબલ્યુ.ડી વિભાગને વારંવાર રજુઆતો કરવા છતાં કાયમી નિવારણ ન આવતા ભારે પરેશા
ની ભોગવવી પડી રહી છે.
ની ભોગવવી પડી રહી છે.પાલનપુર તાલુકાના માલણથી હસનપુર જતા રોડ પર વળાંકમાં દર વર્ષે ચોમાસાની ઋતુમાં ઘુંટણ સમા પાણી ભરાઇ જવાને કારણે અહીથી ખેતરોમાં જતા તેમજ હસનપુર ગામમાં જતાં રાહદારી તેમજ વાહન ચાલકોને ભારે મુશ્કેલી ભોગવવી પડે છે. આ બાબતે અવાર નવાર પી.ડબલ્યુ.ડી. વિભાગ પાલનપુરને રજુઆતો કરવા છતાં કોઈ નિવેડો આવ્યો નથી.
આસપાસના ખેતરોમાં રહેતા ખેડુતોએ આ પ્રશ્નનો નિવેડો લાવવા માટે સ્વખર્ચે પણ પ્રયત્નો કર્યા હતા પરંતુ સમસ્યા જૈસે થે જોવા મળી રહી છે. છેલ્લા ઘણા વર્ષથી આ સમસ્યાનો સામનો લોકો કરી રહ્યા છે. ચોમાસા દરમિયાન હસનપુર ગામ અને ખેતરોને જોડ
તો આ મુખ્ય માર્ગ બંધ થઇ જાય છે. ચાલુ વર્ષે પણ પ્રથમ સામાન્ય વરસાદી ઝાપટામાં જ અહીં ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયાં હતા. જેને કારણે ખેતરોમાં આવતાં જતાં રાહદારીઓ તેમજ વાહન ચાલકોને હાલાકી પડી હતી.
તો આ મુખ્ય માર્ગ બંધ થઇ જાય છે. ચાલુ વર્ષે પણ પ્રથમ સામાન્ય વરસાદી ઝાપટામાં જ અહીં ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયાં હતા. જેને કારણે ખેતરોમાં આવતાં જતાં રાહદારીઓ તેમજ વાહન ચાલકોને હાલાકી પડી હતી.— ગ્રામજનો શું કહે છે :
આ અંગે ગ્રામજનોના જણાવ્યા અનુસાર રસ્તાની આજુબાજુ આવેલા ખેતરોમાં પાણીનો નિકાલ કરવાનું આયોજન કરવામાં આવે તો સમસ્યા કાયમી ખાતે ઉકેલાય તેમ છે અને જે લોકો ખેતરમાં પાણી વાળવા ન દે તેમની સામે કાયદાકીય રીતે કાર્યવાહી થાય તો જ સમસ્યા ઉકેલાઇ શકે તેમ છે.
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર


