છોડને બ્રિમેટો અને પોમેટો નામ આપવામાં આવ્યા છે. પોમેટોમાં એક જ છોડમાં માટીના નીચેના ભાગમાં બટેટા અને ઉપરના ભાગમાં ટમેટાં ઉગે છે
આ જ રીતે બ્રિમેટોમાં રીંગણાનાં છોડમાં ટમેટાંના છોડને ગ્રાફટીંગ કરીને બન્ને શાકભાજીનો ઉત્પાદન કરી શકાય છે.
ગરવી તાકાત, તા. 17- શું કયારેય એવો છોડ જોયો છે જેમાં એક સાથે બટેટાં, ટમેટાં અને રિંગણા ઉગાડી શકાય? આનો જવાબ નામાં જ આવે પણ વૈજ્ઞાનિકોએ આ અશકયને શકય કરી બતાવ્યું છે. વારાણસીમાં આવેલ દેશનું એકમાત્ર ભારતીય શાકભાજી અનુસંધાન સંસ્થાન (આઈઆઈવીઆર) શાકભાજીની નવી પ્રજાતિ ખેડૂતો વચ્ચે લાવીને પોષણની સાથે સાથે આર્થિક સુરક્ષાના આયામ પણ ઘડી રહ્યું છે. અહીના વૈજ્ઞાનિકોએ પાંચ વર્ષના અથક પ્રયાસ બાદ દેશમાં પહેલીવાર ગ્રાફટીંગના માધ્યમથી એક જ છોડમાં બે પ્રકારની શાકભાજી ઉગાડવામાં સફળતા મેળવી છે.

છોડને બ્રિમેટો અને પોમેટો નામ આપવામાં આવ્યા છે. પોમેટોમાં એક જ છોડમાં માટીના નીચેના ભાગમાં બટેટા અને ઉપરના ભાગમાં ટમેટાં ઉગે છે. આ જ રીતે બ્રિમેટોમાં રીંગણાનાં છોડમાં ટમેટાંના છોડને ગ્રાફટીંગ કરીને બન્ને શાકભાજીનો ઉત્પાદન કરી શકાય છે. એક જ છોડમાં ટમેટાંની સાથે સાથે મરચાં ઉપરાંત દૂધી, કાકડી વગેરે ઉગાડવામાં સફળતા મળી છે. આવી રીતે તૈયાર થાય છે બટેટાના છોડ: પોમેટો માટે બટેટાના છોડની માટીની ઉપર ઓછામાં ઓછા 6 ઈંચ લાંબા હોવા પર તેની પર ટમેટાના છોડનું ગ્રાફટીંગ કરવામાં આવે છે
તેના માટે બન્ને છોડની દાંડીની જાડાઈ બરાબર હોવી જોઈએ. 20 દિવસ બાદ બન્ને જોડાઈ ગયા બાદ તેને ખેતરમાં છોડી દેવા જોઈએ કે પછી કોઈ અન્ય જગ્યાએ રોપણના બે મહિના બાદ ટમેટાં તોડી શકાય છે. ટમેટાનો છોડ સુકાયા બાદ બટેટા માટે ખોદાણ થશે. આ જ રીતે રીંગણાનાં છોડ જયારે 25થી30 દિવસ અને ટમેટાંના છોડ 22થી25 દિવસના થઈ જાય છે ત્યારે તેની ગ્રાફટીંગ કરવામાં આવે છે. ત્યારબાદ તેમાં ટમેટાં અને હાઈબ્રિડ રિંગણાંના છોડની ગ્રાફટીંગ કરવામાં આવે છે. આ રીતે એક જ છોડમાં બે પ્રકારના રીંગણા અને ટમેટાં ઉગાડી શકાય છે. આની ખાસીયત એ છે કે રિંગણાંના છોડમાં જો બે-ચાર દિવસ પાણી લાગી જાય તો પણ મુળીયા ગળતા નથી.


