સિદ્ધપુર અને મહેસાણા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનના ગુનામાં રાજસ્થાનના ફરાર આરોપીને ઝડપી પાડતી એલસીબી
Sohan Thakor – મહેસાણા તા. 25- મહેસાણા તથા સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબીશનના ગુનામાં ફરાર આરોપીને મહેસાણા રામોસણા બ્રીજ પાસેથી મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યોં હતો.

મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીના માર્ગદર્શન મુજબ નાસતા ફરતાં આરોપીઓને ઝડપી પાડવાના આપેલા આદેશ મુજબ મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ જે.પી.રાવના નેતૃત્વમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ એમ.ડી.ડાભી સહિત સ્ટાફ મહેસાણા બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ પેટ્રોલીંગમાં હતા.
તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ અક્ષયસિંહ તથા અજયસિંહને ખાનગી રાહે સંયુક્ત બાતમી મળી હતી કે, મહેસાણા તાલુકા પો.સ્ટે શનમાં પ્રોહી ક.૬૫.એઇ, ૮૧,૮૩ તથા સિદ્ધપુર પોલીસ સ્ટેશનના પ્રોહી કલમ ૬૫.એઇ,૧૧૬(બી), ૮૧,૮૩,૯૮(૨) મુજબના ગુ ન્હાના નાસતા ફરતા આરોપી મનોહરસિંહ પારખનધસહ રામસીંહ ડાભી રહે .વાસડા, આબુરોડ જી.શીરોહી (રાજસ્થાન) વાળાને રામોસણા બ્રબ્રજની નીચેથી
ઝડપી પાડી જેલમાં ધકેલ્યોં હતો.


