ગરવી તાકાત મહેસાણા : સાંકળચંદ પટેલ યુનિવર્સિટી, વિસનગર ના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલ ના કુશળ અને આદર્શ નેતૃત્વ હેઠળ
યુનિવર્સિટી સંચાલિત અને
સંલગ્ન નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેંટર દ્વારા તા. 9/7/2022 સવારે 8.30 થી 9.30 શનિવાર ના દિવસે તમામ બિન સેક્ષણિક કર્મચારીઓ દ્વારા શારીરિક અને માનસિક તન્દુરસ્તી માટે યોગા અભ્યાસના વર્ગો શરૂ કરાયા. નૂતન મેડિકલ કોલેજ, વિસનગર ના કર્મચારીઓ તથા વિધ્યાર્થીઓ એ યોગા નો લાભ લીધો.આ કાર્યક્રમ અંતર્ગત “મેન્ટલ હેલ્થ એન્ડ સ્ટ્રેસ મનેજમેંટ” ના જ્ઞાન સાથે પ્રાયોગિક નિદર્શન સાથે પ્રેક્ટીસ કરવામાં આવી.
આ કાર્યક્રમ ને સફળ બનાવા માટે નૂતન મેડિકલ કોલેજ ના ડિન ડો. હિમાંશુ જોશી , આલોક સિંગ , અને સંસ્થાના યોગા ઇન સ્ટ્રાકટર કિંજલ જાડેજા નો સહયોગ પ્રાપ્ત થયો હતો.


