ગરવી તાકાત મહેસાણા : યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલ, પ્રોવોસ્ટ, ડૉ. પ્રફુલકુમાર ઉદાણી, રજિસ્ટ્રાર ડૉ. પરિમલ ત્રિવેદી અને ડો, કે.એલ.એન.રાવ સાહેબ IPS પોલીસ મહાનિદેશક, જેલ અને સુધારાત્મક વહીવટ ગુજરાત રાજય, અમદાવાદ તેમજ અશ્વિન ચૌહાણ સાહેબ, IPS પોલીસ મહાનિરીક્ષક, જેલ અને સુધારાત્મક વહીવટની કચેરી ગુજરાત રાજય, અમદાવાદની સુચના અને માર્ગદર્શન હેઠળ તા.13/11/2025 થી 20/11/2025 દરમ્યાન મહેસાણા જિલ્લા જેલમાં UHV Cell, Centre for IKS,સાંકળચંદ પટેલ યુનિવર્સિટી, વિસનગર તથા UHV Foundation,NCCIP–AICTE.

અને ગુજરાત સરકારના સહયોગથી “યુનિવર્સલ હ્યુમન વેલ્યુઝ વર્કશોપ”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપનો હેતુ કેદી ભાઈઓમાં માનવીય મૂલ્યો પ્રત્યે જાગૃતિ લાવવાનો તથા તેમના સર્વાંગી વિકાસમાં સહાયરૂપ થવાનો હતો. આ વર્કશોપ ડૉ. જયેશ પટેલ, પથિક ઘીવાલા તથાઅશ્વિની શર્મા અને ટીમના સહકારથી યુનિવર્સિટીદ્વારાઆયોજન કરવામાં આવ્યો હતો. જેમાંવંદન રાવલ અને યોગિતા દીદીયુનિવર્સલ હ્યુમન વેલ્યુઝના પ્રસ્તાવોને શેર કરવા માટે રિસોર્સ પર્સન તરીકે રહ્યા હતા.તેઓએવર્કશોપ દરમિયાન કેદીઓ સાથે સકારાત્મક વિચારધારા, માનવીય મૂલ્યો, જવાબદારીની ભાવના, આત્મવિશ્વાસ, સ્વઅનુશાસન તેમજ જીવન પ્રત્યેની સંવેદનશીલતા જેવા વિષયો પર માર્ગદર્શન પૂરું પાડ્યું.

વર્કશોપ દરમિયાન સંવાદાત્મક પ્રવૃત્તિઓ, જૂથચર્ચા, પ્રશ્નોત્તરી તેમજ પ્રેરણાદાયી ઉદાહરણોના માધ્યમથી કેદીઓને જીવન સુધારવા માટે જરૂરી મૂલ્ય આધારિત દ્રષ્ટિકોણ અપાયો. આવનારા સમયમાં આવા કાર્યક્રમો કેદીઓના માનસિક અને વલણ આધારિત પરિવર્તનમાં મહત્વનું યોગદાન આપશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. આજ રોજ વર્કશોપના સમાપન પ્રસંગે મહેસાણા જનરલ હોસ્પિટલના મુખ્ય જિલ્લા તબીબી અધિકારી તથા સિવિલ સર્જનશ્રી ડો. ગોપીબેન તેમજ આર.એમ.ઓ. ડો. પટવા સાહેબે વિશેષ હાજરી આપી કેદીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું અને તેમની હિંમત વધારી. જેલ અધિક્ષકશ્રી એચ.એલ. વાઘેલા, જેલરશ્રી બી.એચ. મકવાણા તથા.

જેલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડો. એમ.આર. બારોટે સાંકળચંદ પટેલ યુનિવર્સિટી અને સમગ્ર ટીમનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો કે કડકડતી ઠંડીની ઋતુમાં પણ તેમણે પોતાનો કિંમતી સમય આપીને કેદીઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાના આ પ્રયત્નમાં સહભાગીતા નોંધાવી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ કેદીઓને સર્ટીફિકેટ એનાયત કરવામાં આવેલ હતા. સાંકળચંદ પટેલ યુનિવર્સિટી તરફથી પણ મહેસાણા જિલ્લા જેલ પરિવાર, અધિકારીઓ તથા કેદી ભાઈઓના સહકાર બદલ આભાર વ્યક્ત કરવામા આવ્યો અને આવનાર સમયમાં પણ માનવીય મૂલ્યો આધારિત આવા કાર્યક્રમો સતત યોજવાની પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી હતી.



