સાંકળચંદ પટેલ યનિવર્સિટીના MBA પ્રોગ્રામના આંઠ દિવસીય ઓરિએન્ટેશન પ્રોગ્રામનો શુભારંભ કરાયો

August 15, 2023

શ્રી અજય સારસ્વત, ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસરે અદાણી પોર્ટની સ્થાપના અને શરુવાતના દિવસોના પોતાના અનુભવ વાગોળ્યા હતા અને વિદ્યાર્થીઓને સાચો અભિગમ કેળવવા પ્રેરિત કર્યા હતા

આ પ્રોગ્રામ માટે સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલ તથા પ્રોવોસ્ટ ડૉ. પી. એમ. ઉદાણીએ વિદ્યાર્થીઓને આવકારીને ભવિષ્યમાં કારકિર્દી નિર્માણ માટે પ્રેરણા પુરી પાડી હતી

ગરવી તાકાત, વિસનગર તા. 14- આજ રોજ વિસનગરમાં સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના MBA પ્રોગ્રામના 8 દિવસીય ઓરિએન્ટેશન પ્રોગ્રામનો શુભારંભ કરવામાં આવ્યું. દર વર્ષે સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના MBA પ્રોગ્રામ દ્વારા નવી બેચને MBAમાં આવકારવામાં આવે છે અને ‘મેનેજમેન્ટ શિક્ષણની’ પૂર્વ તૈયારીના ભાગરૂપે દર વર્ષે આ પ્રોગ્રામ યોજવામાં આવે છે.

આ વર્ષે આંઠ દિવસીય ઓરિએન્ટેશન પ્રોગ્રામના પ્રથમ દિવસે ચીફ ગેસ્ટ તરીકે અમદાવાદથી શ્રી અજય સારસ્વત, ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર, A1 સૉલ્યુશન, અને જેઓ પોર્ટ્સ અને લોજિસ્ટિક્સ બિજ્નેશનો બહોળો અનુભવ ધરાવે છે તેઓ હાજર રહ્યા હતા. શ્રી અજય સારસ્વતે પોતાની ‘લાઈફ જર્ની’ નવા વિદ્યાર્થીઓને જણાવી હતી. તેમણે જણાવ્યું કે કેવી રીતે એક સામાન્ય વિદ્યાર્થી હોવા છતાં ટ્રાન્સપોર્ટ બિઝનેસમાં પોતાનું નામ ઉજ્જવળ કર્યું હતું. તેઓ એ અદાણી પોર્ટની સ્થાપના અને શરુવાતના દિવસોના પોતાના અનુભવ વાગોળ્યા હતા અને વિદ્યાર્થીઓને સાચો અભિગમ કેળવવા પ્રેરિત કાર્ય હતા.

આ આંઠ દિવસીય પ્રોગ્રામમાં બાકીના દિવસ અન્ય કોર્પોરેટ જગતના ખ્યાતનામ નામ અને મેનેજમેન્ટ વિભાગના પ્રોફેસર્સ વિવિધ એકસપિરિયન્સલ લર્નિંગ દ્વારા વિદ્યાર્થીઓને મેનેજમેન્ટના શિક્ષણ વિશે ખ્યાલ આપશે. ઉલ્લેખનીય છે કે સાંકળચંદ પટેલ યુનિવર્સિટીમાં છેલ્લા 23 વર્ષથી MBA પ્રોગ્રામ કાર્યરત છે. આ વર્ષે આ પ્રોગ્રામમાં 175થી વધુ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. કારકિર્દી માટે શ્રેષ્ઠ એવી આ ડિગ્રીમાં ફાઇનાન્સ, માર્કેટીંગ અને હ્યુમન રિસોર્સ જેવા સ્પેશ્યલાઇઝેશન આપવામાં આવે છે. આ સંસ્થામાં સ્નાતક બાદ MBA અને બારમાં ધોરણ બાદ I-MBA પ્રોગ્રામ ચલાવવામાં આવે છે અને મહત્તમ પ્લેસમેન્ટ માટે રેકોર્ડ છેલ્લા બે વર્ષથી આ પ્રોગ્રામ દ્વારા સ્થાપવામાં આવ્યો છે.

આ પ્રોગ્રામ માટે સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલ તથા પ્રોવોસ્ટ ડૉ. પી. એમ. ઉદાણીએ વિદ્યાર્થીઓને આવકારીને ભવિષ્યમાં કારકિર્દી નિર્માણ માટે પ્રેરણા પુરી પાડી હતી. સાંકળચંદ પટેલ કોલેજ ઓફ એન્જીનીયરીંગના પ્રિન્સિપાલ અને ટેકનીકલ કોર્સના ડિરેક્ટર  શ્રી ડૉ. એચ. એન. શાહે વિદ્યાર્થીઓને શાબ્દિક આવકાર આપીને મેનેજમેન્ટ કારકિર્દી પસંદ કરવા માટે અભિનંદન પાઠવ્યા હતા. ડીન ઓફ ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ ડૉ. જે. કે. શર્માએ MBA અને I-MBAની ઉપલબ્ધીઓ જણાવીને આ વર્ષની રૂપરેખા વિશે જાણકારી આપી હતી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0