ખાદ્યતેલનાં ભાવમાં ફરી ઉછાળો, છેલ્લા પાંચ દિવસમાં સિંગતેલનાં ડબ્બે 200 રૂપિયાનો વધારો 

September 16, 2023

સિંગતેલના ભાવ અગાઉ 3070-3120 હતા તે વધી 3090-3140 થયા

બે દિવસ સિંગતેલના ભાવમાં સતત વધારો થતા અન્ય સાઈડ તેલમાં પણ ભાવમાં વધ-ઘટ જોવા મળી 

ગરવી તાકાત, મહેસાણા તા. 16-  નોરતા-દિવાળીમાં સામાન્ય લોકોએ ભાવવધારો સહન કરવાની નોબત આવી છે. એટલે કે ખાદ્યતેલનાં ભાવમાં ફરી એકવાર ઉછાળો આવ્યો છે. સિંગતેલમાં ફરી રૂ. 20નો ભાવ વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા પાંચ દિવસમાં સિંગતેલનાં ડબ્બે 200 રૂપિયાનો વધારો નોંધાયો છે. સિંગતેલનો 15 કિલોનાં ડબ્બાનો ભાવ 3090 થી 3140 રૂપિયાએ પહોંચ્યો છે.

આવનારા દિવસોમાં હજુ પણ 50થી 70 રૂપિયા ભાવ વધે તેવી પૂરી શક્યતાઓ જોવામાં આવી રહી છે. સિંગતેલના ભાવ અગાઉ 3070-3120 હતા તે વધી 3090-3140 થયા છે. તહેવારો બાદ બજારો ખુલતા જ એકધારી તેજી જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચતા મગફળીના પાકને નુકસાન જવાની ભીતીથી તેજી આવી છે. બીજી બાજુ ભાવ વધારા પાછળ વેપારીઓ અને મિલરો ઊંઘતા ઝડપાયા છે. મગફળીની આવક સારા પ્રમાણમાં છે, પરંતુ સીંગતેલનો જથ્થો પૂરતો ન હોવાથી ભાવમાં વધારો થયો છે. મોટાભાગની મિલો અત્યારે બંધ છે જે નવરાત્રિ આસપાસ શરૂ થતી હોય છે. નવરાત્રિના સમયે ઓઇલ મીલો શરૂ થશે એટલે ભાવમાં તુરંત જ ઘટાડો આવશે.

સિંગેતલમાં ભાવમાં મંગળવારે રૂ.70 વધ્યા બાદ બુધવારે પણ રૂ.30નો વધારો થયો હતો. આમ બે દિવસમાં ડબ્બે રૂ.100 વધ્યા હતા. આ સાથે જ છેલ્લા પાંચ દિવસમાં સિંગતેલનાં ડબ્બે 200 રૂપિયાનો વધારો નોંધાયો છે. સિંગતેલનો 15 કિલોનાં ડબ્બાનો ભાવ 3090 થી 3140 રૂપિયાએ પહોંચ્યો છે. વરસાદ ખેંચાતા મગફળીનો પાક નિષ્ફળ જવાની ચિંતા સેવાઈ રહી છે. વરસાદ ખેંચાતા અત્યારથી જ મગફળી-સિંગતેલમાં કાળાબજાર શરૂ થઈ ગયા છે. આ વખતે 22 લાખ ટન મગફળીનો પાક આવે તેવી સંભાવના છે. જો વરસાદ આવશે તો મગફળીનો પાક 3 લાખ ટન વધી શકે છે. બે દિવસ સિંગતેલના ભાવમાં સતત વધારો થતા અન્ય સાઈડ તેલમાં પણ ભાવમાં વધ-ઘટ જોવા મળી રહી છે.

નોંધનીય છે કે, બુધવારે કપાસિયા તેલનો ડબ્બો રૂ.1570, પામોલીન રૂ.1360, સરસવ રૂ.1680, સનફ્લાવર રૂ.1450, કોર્ન ઓઈલ રૂ.1480, વનસ્પતિ ઘી રૂ.1590, કોપરેલ રૂ.2300, દિવેલ રૂ.2120 બોલાયો હતો. હજુ પણ ભાવ વધવાની સંભાવના છે. હવે ગણેશોત્સવ, નોરતાની ખરીદી શરૂ થશે. તહેવારમાં તેલની જરૂરિયાત વધારે રહેશે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0