વિજાપુરના પામોલમાં વિપુલ ચૌધરીની વાણી વિલાસનો પડઘો વિપુલ ચૌધરીએ ઉચારેલ શબ્દોનો ચૌધરી સમાજમાં વિરોધ

શેર કરવા અહીં ક્લિક કરો.

— પોતાના દાન થકી આંજણા સમાજમાં ભામાશાનું બિરૂદ પામેલા હરી ચૌધરી માટે ગદ્દાર શબ્દનો ઉલ્લેખ કરવામાં આવતાં વિપુલ ચૌધરી વિરૂદ્ધ ભારે વિરોધનું વાતાવરણ ઉભું થયું છે:

— વિજાપુરના પામોલમાં વિપુલ ચૌધરીએ કરેલા નિવેદનોને ભારે વિરોધ થઈ રહ્યો છે:

— વિજાપુરના પામોલમાં વિપુલ ચૌધરીની વાણી વિલાસનો પડઘો

— વિપુલ ચૌધરીએ ઉચારેલ શબ્દોનો ચૌધરી સમાજમાં વિરોધ

— રામપુરા ખાતે 50થી વધુ ગામોના આગેવાનોની મળી બેઠક

— બેઠકમાં વિપુલ ચૌધરીનો સામાજિક બહિષ્કાર કરવાનો લેવાયો નિર્ણય

— આગામી 20 માર્ચના રોજ બોરીયાવી ગામ ખાતે ચૌધરી આંજણા આક્રોશ સભાનું કરાયું આયોજન

–બોરીયાવી ખાતે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે તેવું કરાયું આયોજન

— વિપુલ ચૌધરી વુરુદ્ધ પત્રિકાઓ સોશિયલ મીડિયામાં થઈ વાયરલ

ગરવી તાકાત મહેસાણા :  ગત તારીખ 13 માર્ચના રોજ પામોલ ખાતેની એક સભામાં દૂધસાગર ડેરી  ના ભૂતપૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી ના કોઇ ખાસ વ્યક્તિઓ માટેના નિવેદનોના કારણે ઉત્તર ગુજરાતના આંજણા ચૌધરી સમાજના ગામો માં ભારે રોષ વર્તાતો જોવા મળી રહ્યો છે. આ જાહેરસભામાં વિપુલ ચૌધરી દ્વારા ઉભી કરવામાં આવી રહેલી અર્બુદા સેના કેટલાક ખાસ વ્યક્તિઓને નિશાન બનાવવા ઉભી કરાઇ રહી હોવાના તેઓએ સંકેત આપતાં આ સમાજના ગામડાઓમાં વિપુલ ચૌધરી માટે ઉકળતો ચરૂ જોવા મળે છે.

આંજણા સમાજના શિક્ષણ વિદ અને આ સમાજને રાજ્ય કક્ષાએ ઓ.બી.સી માં સ્થાન અપાવનાર તથા ભૂતપૂર્વ ધારાસભ્ય અમિત ચૌધરીના પિતા અને પોતાના દાન થકી સમાજમાં ભામાશાનું બિરૂદ પામેલા હરી ચૌધરી માટે ગદ્દાર શબ્દનો ઉલ્લેખ કરવામાં આવતાં

વિપુલ ચૌધરી વિરૂદ્ધ ભારે વિરોધનું વાતાવરણ ઉભું થવા પામ્યું છે અને સોશિયલ મીડિયામાં કેલલીક પત્રિકાઓ ફરતી થઈ છે.

દૂધસાગર ડેરીના વર્તમાન ચેરમેન અશોક ચૌધરીને ભાજપના પપ્પુ શબ્દનો ઉલ્લેખ કરતાં મહેસાણા સહિતના આજુબાજુના આ સમાજના ગામોમાં વિપુલ ચૌધરી માટે પ્રવેશબંધી ફરમાવાય તેવી

ચર્ચા એ જોર પકડ્યું છે ઉલ્લેખનીય છે કે; પાટણ વિસ્તારની એકસ
ભામાં વિપુલ ચૌધરી દ્વારા પદ્મશ્રી માલજી ભાઇ દેસાઈ અને ગોવા રબારી માટે પણ ગદ્દાર શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

અંગત સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર વિપુલ ચૌધરીના આ વ્યક્તિ વિશેષ માટેના ઉચ્ચારણો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાય તેવી શક્યતા જોવાઇ રહી છે તેવું મહેસાણા દૂધ સાગર ડેરીના વોટસએપ ગ્રુપમાં ડેરીના કર્મચારીઓ દ્વારા કરેલ પોસ્ટમાં ઉલ્લેખ કરાયો છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.