કોલકાતા રેપ-મર્ડર કેસના પડઘા ગુજરાતમાં, ડોક્ટરોની હડતાળથી દર્દીઓ થયા પરેશાન

August 16, 2024
ગરવી તાકાત, ગાંધીનગર તા. 16 – કોલકાતાની મહિલા ડોક્ટરની હત્યાની ઘટનાના પ્રત્યાઘાત સમગ્ર દેશમાં પડી રહ્યાં છે. સમગ્ર દેશના ડોક્ટરો હડતાળ પર ઉતરી ગયા છે. ન્યાયની માંગણી સાથે ડોક્ટરો આજે હડતાળમાં જોડાયા છે. ડોક્ટરોની હડતાળના પગલે ઓપીડી બંધ રહેતા દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે, ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખવામાં આવી છે.
કોલકાતામાં ડૉક્ટર પર રેપ-મર્ડર પર ગુસ્સો, કેન્દ્રને અપીલ, આજે દેશભરમાં ડોક્ટરો કરશે હડતાળ - Gujarati News | Kolkata RG Kar Medical College Rape and murder case on junior doctor ...
અમદાવાદ સિવિલના ડોક્ટરો હડતાળ પર 

કોલકાતામાં ટ્રેઈની મહિલા ડૉક્ટર સાથે દુષ્કર્મ બાદ થયેલી હત્યાના વિરોધમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસની બી જે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ પણ વિરોધ નોંધાવ્યો છે. આ ઘટનાના વિરોધમાં અને પીડિતાને ન્યાય મળે તેને લઈને ડોક્ટર્સ આજે કામકાજથી દૂર રહેશે. ડૉક્ટર આજે ઓપીડી સેવા બંધ રાખશે. સાથે જ ઈમરજન્સી સેવાને ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Echoes of Kolkata rape-murder case In Gujarat, doctors' strike upset patients
વડોદરાની સયાજી હોસ્પિટલમાં ડોક્ટરો હડતાળ પર
વડોદરાની સયાજી હોસ્પિટલમાં ઈન્ટર્ન ડૉક્ટર, જુનિયર અને વરિષ્ઠ નિવાસી ડૉક્ટરો આજે OPD અને વોર્ડ સહિતની તમામ બિન ઈમરજન્સી સેવાઓથી દૂર રહેશે. આ સાથે જ 400થી વધુ તબીબોએ વિરોધ કરી હડતાળ શરૂ કરી છે. એટલું જ નહીં જ્યાં સુધી પશ્ચિમ બંગાળ ડૉક્ટર્સ એસોશિએશનની તમામ માંગ પૂરી ના થાય ત્યાં સુધી વિરોધ અને હડતાળ ડૉક્ટર દ્વારા ચાલું રાખવામાં આવશે.
Echoes of rape and murder with a trainee female doctor in Kolkata | કોલકાતા તબીબ રેપ કેસના પડઘા ગુજરાતમાં: અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજમાં સિક્યુરિટી વધારવા માગ ...
ડતાળમાં સુરતના તબીબો પણ જોડાયા
સુરતની સિવિલ હોસ્પિટલમાં રેસિડન્ટ તબીબોની હડતાળથી ઓપીડી શરૂ થઈ નથી. કેટલીક ઓપીડી ચાલુ થઈ છે. જો કે, રેસિડેન્ટ ડોક્ટરો આવ્યા નથી. ડોક્ટરો આવે પછી ઓપીડી ચાલુ થશે તેવું જાણવા મળ્યું છે. ઓપીડી બહાર દર્દીઓની લાંબી લાઈન લાગી ગઈ છે. દર્દીઓ દૂર દૂરથી આવતા હોવાથી પરેશાન થયા છે. સિવિલ હોસ્પિટલમાં 700થી 800 જેટલા ફરજ બજાવતા ઇન્ટર્ન, રેસિડેન્ટ સહિતના તબીબો ઇમર્જન્સી સેવા સિવાયની સેવાઓથી દૂર રહ્યા છે. જ્યાં સુધી કડક કાર્યવાહી અને ન્યાય નહીં મળે ત્યા સુઘી અચોક્કસ મુદત સુધી હડતાળ પર રહેશે.
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0