ગાંધીનગરથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે અમદાવાદ જિલ્લા માટે રૂ. ૪૮.૬૨ કરોડની એ-૧, એ-૩ સુધારણા અને ખારીકટ પ્રભાવિત ગામો માટેની એ-૪ સુધારણા જૂથ પાણી પુરવઠા યોજનાનું ઇ-ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. આ કામગીરી પુર્ણ થયા બાદ ૧૨૮ ગામોના કુલ રૂ. ૩.૭૫ લાખ લોકોને નળ દ્વારા શુદ્ધ પીવાનું પાણી મળશે.
આ પણ વાંચો – કલમ 144 વચ્ચે CM અને Dy.CM ની હાજરીમાં 287 કરોડના કામોનુ ખાતમુહુર્ત
પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વીછિંયાથી સંબોધન કરીને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં ગુજરાતે પાણી પુરવઠા અંતર્ગત કરેલી કામગીરીની વિસ્તૃત માહિતી આપી હતી. આ પ્રસંગે ગાંધીનગર ખાતે રાજ્ય ગૃહ મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કરેલ સંબોધનના પોઈન્ટ
• ગુજરાતમાં છેલ્લા પાંચ દિવસમાં અંદાજે રૂ. ૨૨૦૦ કરોડના પાણી પુરવઠા યોજનાઓના ખાતમુહૂર્ત- લોકાર્પણ સંપન્ન
• આગામી ૧૫ દિવસમાં પાણી પુરવઠાની અનેકવિધ નવી યોજનાઓનું શરૂ કરાશે
• ગુજરાતે વોટર ગ્રીડની રચના કરી : વર્ષ ૨૦૨૨ સુધીમાં તમામ ઘરોમાં નળ દ્વારા શુદ્ધ પીવાનું પાણી અપાશે
• વર્ષ ૧૯૮૦થી ૧૯૯૦ના કોંગ્રેસના દાયકામાં ગુજરાતમાં પાણી માટે રખમાણો થયા હતા – લોકો હિજરત કરતા હતા
• કોંગ્રેસના શાસનમાં ૨૪ ટકા નળ જોડાણ સામે ભાજપના શાસનમાં આજે ૮૦ ટકા નળ જોડાણ અપાયા
• જળ વિના વ્યક્તિ અને રાષ્ટ્રનો વિકાસ શક્ય નથી
• ગુજરાતમાં પાણીનો દુષ્કાળ ભૂતકાળ બન્યો છે
• અગાઉની કોંગ્રેસની સરકારો માત્ર ખાતમુહૂર્ત કરતી જેથી રૂ. ૧૦૦૦ કરોડની યોજનાનો ખર્ચ રૂ. ૨૦૦૦ કરોડ થઈ જતો.
• જ્યારે અમારી સરકારે યોજના માટે સમયસર મંજૂરી, ટેન્ડર, નાણા ફાળવવા જેવી પ્રક્રિયા પૂર્ણ કરવાથી સમયના પહેલા કામો પૂર્ણ થાય છે.
• કોંગ્રેસના શાસનમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત પીવાના પાણી માટે ખૂબ સહન કર્યુ છે. ૫-૮ દિવસે પાણી મળતુ હતું.
• અગાઉની સરકારે પાણીના સ્ત્રોત- સંચયની ચિંતા કરી જ ન હતી જેથી ટ્રેન અને ટેન્કર દ્વારા પાણી લાવવું પડતું.
• જ્યારે શ્રી નરેન્દ્રભાઇ મોદી વર્ષ ૨૦૦૧માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારબાદ પાણી પુરવઠા બોર્ડ પીવાના પાણીની યોજનાઓ માટે સક્રિય થયું.
• ગુજરાતમાં આજે ૫૦૦-૭૦૦ કી.મી.ની પીવાના પાણીની પાઇપલાઇનો દ્વારા નર્મદા, કડાણા, ધરોઇના પાણી છેવાડાના લોકો સુધી પહોંચાડયા છે.
• આજે ગુજરાતમાં ક્ષારમુક્ત, ફ્લોરાઇટ મુક્ત નળ દ્વારા શુદ્ધ ફિલ્ટર પાણી મળતા થયા છે જેથી લોકોને હાથપગા અને દાંતના રોગોમાંથી મુક્તિ મળી છે.
• ગુજરાત સાચા અર્થમાં ટેન્કર અને ડંકી મુક્ત રાજ્ય બન્યું છે.
• આજે ફળી-શેરીમાં નળ દ્વારા શુદ્ધ પીવાનું પાણી મળે તે પ્રતિષ્ઠા સમાન છે.
• અમારી સરકારે વ્યથા નહી પણ વ્યવસ્થા ઉપર ભાર મૂક્યો છે.
• વીજળીની જેમ ગુજરાતને પણ વોટર સરપ્લસ સ્ટેટ બનાવવું છે.
• અમારી સરકારે ગુજરાતમાં પાણીના અનેકવિધ નવા સ્ત્રોત ઉભા કર્યા છે.
• અગાઉ ગુજરાતમાં વ્યક્તિદીઠ ૪૫ લિટર સામે આજે ૧૫૦ લિટર પાણી આપીએ છીએ.
• માત્ર માનવ માટે જ નહી પણ પશુદીઠ પાણી આપવાની ગામદીઠ વ્યવસ્થા ઉભી કરી છે.
• નવી પેઢીને વ્યવસ્થાઓ-સુવિધાઓ આપવાનો અમારો લક્ષ્યાંક
• વડાપ્રધાનશ્રીના નળ સે જળ અભિયાન અંતર્ગત વર્ષ ૨૦૨૪ સુધી દેશના તમામ ઘરોમાં નળ દ્વારા શુદ્ધ પીવાનું પાણીના લક્ષ્યાંક સામે ગુજરાત વર્ષ ૨૦૨૨ સુધીમાં તમામને નળ દ્વારા પીવાનું શુદ્ધ પાણી પુરૂ પાડશે.
• ગુજરાતના લોકોના જીવન ધોરણ ઉંચા લાવવામાં પાણી મહત્વની ભૂમિકા ભજવશે.
• પીવાના શુદ્ધ પાણી દ્વારા આરોગ્ય પણ જળવાશે.