કડીના બે ગેસ્ટ હાઉસમાં ચાલતાં દેહ વેપારના ધંધા પર પોલીસ ત્રાટકી, પાંચ યુવતિઓ ઝડપાઇ
કડી પોલીસની ટીમે ડમી ગ્રાહક મોકલી ગેસ્ટહાઉસમાં ચાલતાં કુટણખાનાને ખુલ્લા પાડ્યાં
બહારથી યુવતિઓ બોલાવી દેહ વેપારનો ધંધો કરાવતાં બે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યોં
ગરવી તાકાત, કડી તા. 11 – (Sohan Thakor) – કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગજરાજ ગેસ્ટહાઉસ તથા છાયા ગેસ્ટ હાઉસમાં ચાલતાં દેહવેપારના ધંધા પર પોલીસે ડમી ગ્રાહકો મોકલીને કુટણખાનાનો પર્દાફાશ કર્યો હતો. જેમાં એક ગેસ્ટહાઉસમાંથી ત્રણ અને બીજા ગેસ્ટ હાઉસમાંથી એક દેહવેપારનો ધંધામાં સંડોવાયેલી યુવતિઓ મળી આવી હતી. જ્યારે બહારથી છોકરીઓ લાવી દેહવેપારનો ધંધો ચલાવનાર બે ગેસ્ટ હાઉસના માલિકો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મહેસાણા જિલ્લામાં ચાલતી અસામાજિક પ્રવૃતિઓ તેમજ દેહવેપારના ચાલતાં ધંધા તેમજ હ્યુમન ટ્રાફીકીંગ લગતની પ્રવૃતિઓ અટકાવવા સારૂ મહેસાણા જિલ્લા પોલીસવડા તરૂણ દુગ્ગલ તથા ના.પોલીસ અધિક્ષક મિલાપ પટેલના માર્ગદર્શન મુજબ કડી પીઆઇ ડી.આર.પઢેરીયા, પીઆઇ પી.એલ.વાઘેલા, પીએસઆઇ પી.પી.ચાવડા, પીએસઆઇ જે.કે.ગઢવી, હેકો. કનકકુમાર, પંકુલભાઇ, પોકો. જયેશકુમાર, પરેશભાઇ, રવિકુમાર, પ્રેમકુમાર, ગોપાલભાઇ, દેવદત્તસિંહ, દિક્ષિતસિંહ, કોમલબેન, કાજલબેન સહિત કડી પોલીસનો સ્ટાફ વિવિધ ટીમો બનાવી ઉપરોક્ત ગુનાની તપાસમાં હતા.

તે દરમિયાન પીઆઇ પી.એલ.વાઘેલાને કડી પોલીસ સ્ટેશન વિસ્તારના ગેસ્ટહાઉસમાં દેહવેપારનો ધંધો ચાલી રહ્યો છે. જેના આધારે કડી પોલીસે વિવિધ ટીમો બનાવીને કડીની ગજરાજ ગેસ્ટહાઉસ તથા છાયા ગેસ્ટ હાઉસમાં ડમી ગ્રાહક મોકલી રેડ કરતાં ગજરાજ ગેસ્ટહાઉસમાં જાની સતિષભાઇ રાજુભાઇ રહે. આદુંદરા, બ્રાહ્મણવાસ, તા. કડીવાળો બહારથી યુવતિઓ દેહવેપારના ધંધા માટે બોલાવી ગેસ્ટહાઉસના રૂમમાં સગવડ આપી ગેરકાયદેસર કુટણખાનું જેવો અનૈતિક ધંધો કરાવી યુવતિઓ મારફતે કમાણી પેટે નાણાં મેળવી કુટણખાનામાં સંડોવાયેલી ત્રણ રૂપલલનાઓ મળી આવેલ જેમની પાસેથી રેડ દરમિયાન એક મોબાઇલ કિંમત રૂપિયા પાંચ હજાર તથા રોકડ રકમ 3100 મળી કુલ રૂપિયા 8100 સાથે પોલીસે રેઇડ દરમિયાન ઝડપી હતી.
જ્યારે છાયા ગેસ્ટહાઉસમાં કલાલ ઇમરાનભાઇ નશીબખાન રહે. કડી કલાલવાસ, તા. કડીવાળો પણ બહારથી યુવતિઓને દેહવેપારનો ધંધો કરાવવા બોલાવતો હોય તેમજ ગ્રાહકો બોલાવી પોતાના ગેસ્ટહાઉસમાં સગવડ આપી ગેરકાયદેસર દેહવેપાર જેવા અનૈતિક ધંધો કરાવી છોકરીઓ પાસેથી કમાણી પેટે નાણાં મેળવતો હોઇ પોલીસની રેઇડ દરમિયાન હાજર મળી આવ્યો ન હતો. છાયા ગેસ્ટહાઉસમાંથી પણ એક રૂપલલના મળી આવી હતી. પકડાયેલ ઇસમ તેમજ નાસી ગયેલ ઇસમ વિરુદ્ધ ધી ઇમોરલ ટ્રાફીકીંગ (પ્રિવેન્સન એક્ટ) 1956ની કલમ 3,4,5,7 મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


