સિધ્ધપુર માં બે દિવસથી પડી રહેલા વરસાદ ને કારણે નિચાણવાળા વિસ્તારો જળબંબાકાર બન્યા

August 17, 2022

— સિધ્ધપુર ધારાસભ્ય દ્વારા ચાલું વરસાદે વિસ્તારની મુલાકાત લઈ તેનાં નિરાકરણ માટે તંત્ર સાથે ચચૉ કરી :

— વરસાદ ની આગાહીના પગલે નિચાણવાળા વિસ્તારોમાં રહેતા રહિશોને ફુડ પેકેટ સહિતની સુવિધા પુરી પાડવામાં આવશે : ધારાસભ્ય :

ગરવી તાકાત સિદ્ધપુર : પાટણ હવામાન વિભાગની આગાહી નાં પગલે છેલ્લા બે દિવસથી વરસી રહેલા વરસાદને ઠેર ઠેર જળબંબાકાર ની સ્થિતિ સજૉવા પામી છે ત્યારે પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેરમાં પણ મેધરાજા ની અવિરતપણે વરસી રહેલી મેધ વષૉને કારણે નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાની સાથે સાથે રોડ રસ્તાની હાલત દયનિય બનતાં શહેરીજનો મુશ્કેલી માં મુકાયાં છે ત્યારે શહેરીજનો ની મુશ્કેલી નો તાગ મેળવવા સિધ્ધપુર નાં ધારાસભ્ય

ચંદનજી ઠાકોરે પોતાના સમથૅકો સાથે બુધવારના રોજ ચાલુ વરસાદે સિદ્ધપુર શહેરના ઉબડખાબડ વાળા માર્ગો ની તેમજ શહેરના જે જે વિસ્તારમાં વરસાદી પાણી ભરાયેલું છે તેવા વિસ્તારોની મુલાકાત લીધી હતી અને ત્યાંના સ્થાનિક રહીશો અને આગેવાનો સાથે ભરાયેલા પાણી ના નિકાલ માટે વિચાર વિમર્શ કરી આ સમસ્યાનો ઉકેલ લાવવા નગરપાલીકા તેમજ વહીવટી તંત્ર સાથે ચર્ચાઓ કરી હતી.

ધારાસભ્ય ચંદનજી ઠાકોરે સિધ્ધપુર શહેર ના લક્ષ્મીપુરા, પેપલ્લા, તેમજ રસુલ તળાવ જેવા વિસ્તારોમાં ચાલુ વરસાદે ફરી લોકો સાથે મુલાકાત કરી સમસ્યાના નિવારણ માટે યોગ્ય કરવાની ખાત્રી આપી હતી. અને વરસાદ ની આગાહી નાં પગલે જે જે વિસ્તાર માં વરસાદી પાણી ભરાવવાની સમસ્યાઓ છે તેવા વિસ્તારોમાં રહેતા લોકોને ફૂડ પેકેટ તેમજ જરૂરી ચીજ વસ્તુઓ આપવા પણ ધારાસભ્ય એ તૈયારી બતાવતા સિધ્ધપુર નાં લોકો એ ધારાસભ્ય ની પોતાના મતવિસ્તારના લોકો માટે ની ચિંતા સેવી સહિયોગી બનવાની ભાવના ને સરાહી હતી.

સિધ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોર ની મુલાકાત દરમિયાન તાલુકા પંચાયત ઉપપ્રમુખ દશરથભાઈ પટેલ, શહેર પ્રમુખ અમરસિંહ ઠાકોર, તાલુકા કોંગ્રેસ મહામંત્રી જયદીપસિંહ ઠાકોર, બિપીનભાઈ દવે, દિપકભાઇ બારોટ, રશિદભાઈ કુરેશી, નગરપાલીકા સદસ્ય ભુરાભાઈ, માજીદખાન તેમજ સ્થાનિક આગેવાનો પણ જોડાયા હતા.

તસવિર અને અહેવાલ : ધ્રુવભાઈ દવે – સિદ્ધપુર

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0