ગ્રામ પંચાયતની બેદરકારીના કારણે ગટર લાઈન પણ ખોરંભ પડી દેદિયાસણમાં પિંકસીટી બંગ્લોઝમાં વરસાદી પાણીનો નિકાલ નહિ થતાં લોકો પરેશાન

August 17, 2022

ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં ચારે કોર પાણી પાણી થઈ જવા પામ્યું છે. નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ રહેતાં લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. લોકોને ઘરની બહાર નિકળવું પણ મુશ્કેલી બની ગયું છે. આવા માહોલમાં મહેસાણા નજીક દેદિયાસણ ખાતે આવેલ પિંકસીટી બંગ્લોઝમાં સતત બે દિવસ સુધી પડેલા ભારે વરસાદના કારણે વરસાદી પાણી ભરાઈ રહેતાં લોકો પરેશાન થઈ ગયા છે.

દેદિયાસણ ગ્રામ પંચાયત દ્વારા આ સોસાયટીમાં વરસાદી પાણી નિકાલની કોઈ જ વ્યવસ્થા કરવામાં નહિ આવતાં વરસાદ બંધ થઈ ગયા હોવા છતાં વરસાદી પાણી નહિ ઓછારતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

છેલ્લા બે માસથી આ સોસાયટીમાં આ સોસાયટીમાં વાહન વ્યવહાર સદંતર બંધ થઈ ગઈ છે. કોન્ટ્રાકટરની બેદરકારીના કારણે નવિન બનાવેલા ગટર લાઈનને પણ જાેઈન્ટ નહિ આપવામાં આવતાં લોકો મોંઘા દાટ મકાનો લઈ પસ્તાવાનો વારો આવ્યો છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0