આરસીસી રોડના નિર્માણ ડ્રેનેજ સિસ્ટમ બ્લોક થતાં સ્થાનિકોને ભારે હાલાકી
પ્રમુખ જનમંચ મહેસાણા શહેર તથા પૂર્વ મંત્રી, મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના પાર્થ રાવલ દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી
ગરવી તાકાત, મહેસાણા તા. 23 – મગપરા રોડ પર આવેલી મહાલક્ષ્મી સોસાયટીની ડ્રેનેજ લાંબા સમયથી બ્લોકેજ થઇ ગયેલ છે જેથી ગટરના પાણી સોસાયટીમાં રેલાતાં સોસાયટીના રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબતે મહેસાણા નગરપાલિકા પ્રમુખ તથા ચીફ ઓફિસર સહિતને પણ લેખિત અને મૌખિક રજૂઆત પ્રમુખ જનમંચ મહેસાણા શહેર તથા પૂર્વ મંત્રી, મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના પાર્થ રાવલ દ્વારા કરવામાં આવી હતી. પરંતુ આજ દીન સુધી તેનો કોઇ નિકાલ કરવામાં આવ્યોં નથી.
શ્રી મહાલક્ષ્મી સોસાયટી મગપુરા રોડ પર આવેલ સોસાયટીમાં ના.મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલની ગ્રાન્ટમાંથી 80/20ના માધ્યમથી સી.સી.રોડ બનાવી આપેલ છે જેનું કામ આશરે એકાદ મહિલા પહેેલા જ પુરુ થયેલ છે. શ્રી મહાલક્ષ્મી સોસાયટી 45 વર્ષ જુની સોસાયટી છે, સોસાયટીમાં રહેતા મોટા ભાગના સભ્યો નિવૃત સરકારી અધિકારીઓ છે જેઓ સમસયર નગરપાલિકાના તમામ વેરાઓ ભરે છે. નવા રોડનું નિર્માણ થતાની સાથે જ ડ્રેનેજ સિસ્ટલ બ્લોક થયેલ છે અને ગટરનું ગંદુ પાણી સોસાયટીમાં ઉભરાવા લાગેલ છે.
નગરપાલિકાની ભૂર્ગભ ગટરની ટીમ બે વાર આવીને ડ્રેનેજ સિસ્ટમ કલીઅર કરવાનો પ્રયાસ કરી ચૂકી છે પણ તેઓનું કહેવું છે કે રોડ બનાવતા સમયે કોન્ટ્રાક્ટરની બેદરકારીને લીધે પાઇપ લાઇનમાં રોડ બનાવવાનું કોન્ક્રીટ, રોડા વગેરે માલ પાઇપમાં ફસાઇ ગયો છે જેના કારણે ડ્રેનેજ બ્લોક થઇ ગયેલ છે. જ્યારે સોસાયટીના રહીશો રોડ કોન્ટ્રાક્ટરનો સંપર્ક કરે છે ત્યારે કોન્ટ્રાક્ટર તરફથી જવાબ મળે છે કે આ બધુ અમારામાં ના આવે આ પ્રકારના જવાબો આપવામાં આવી રહ્યાં છે.
આમ રોડ કોન્ટ્રાકટર ભૂર્ગબ ગટર એજન્સી પર ઢોળે છે અને ગટર એજન્સી કોન્ટ્રાક્ટર પર ઢોળે છે. આમ સોસાયટીના રહીશોની સમસ્યાનું નિવારણ નથી લાવવામાં આવતું અને હાલાકીનો સામનો કરવો પડે છે, ગંદા પાણીની ગંદકી તથા રોગચાળાની તકલીફોેનો સામનો કરવો પડે છે. આ સમસ્યાનો ઝડપી તથા નક્કર અને યોગ્ય નિકાલ ઝડપથી લાવવામાં નહી આવે તો સોસાયટીના રહીશો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.