મહિલા મોરચા ના પ્રદેશ અધ્યક્ષ ડૉ દિપીકા સરડવા સતત પ્રવાસી પોતાના જન્મ દિવસ ની કેવી કરશે ઉજવણી

શેર કરવા અહીં ક્લિક કરો.

— ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાના સતત પ્રવાસી પ્રદેશ અધ્યક્ષ અનોખી રીતે પોતાના જન્મદિનની કરશે ઉજવણી :

HAPPY BIRTHDAY: ખારાઘોડાના રણમાં અગરિયા પરિવારની દીકરીઓ સાથે દીપીકા સરડવા પોતાના જન્મદિવસની ખુશાલી મનાવશે :

 — પોતાના સાથે તો ખુશાલી મનાવી શકાય છે પરંતુ પારકાને પોતાના બનાવી કરાતી ઉજવણીનો આનંદ અનોખો હોય છે.

•– વઠવાણ માં વિધવા બહેનોને સાડી વિતરણ કરી, વિધવા સહાયનો લાભ અપાવી પુણ્યનું ભાથું બાંધવા પ્રયાસ પણ કરવામાં આવશે :

— આગામી તા. ૧૨ મેના પાટડી પંથકમાં વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા :

ગરવી તાકાત મહેસાણા : ભારતીય જનતા પાર્ટીમાં મહિલા મોરચાના અધ્યક્ષ પદ શોભાવતા દિપીકાબેન સરડવાનો ૧૨ મેના એટલે કે આવતીકાલે જન્મદિવસ છે. દેશની સૌથી મોટી રાજકીય પાર્ટીમાં મહત્વનું પદ સંભાળતા દિપીકાબેન પોતાનો જન્મદિવસ આજીવન યાદ રહી જાય તેવી અનોખી રીતે ઉજવવા આયોજન કર્યું છે. કહેવાય છે કે પોતાના પરિવાર સાથે ખુશાલીના દિવસો ની ઉજવણી કરીએ ત્યારે મન પ્રફુલ્લિત બની જાય છે.

પરંતુ પારકા લોકોને પોતાના બનાવીને કરવામાં આવતી ઉજવણી દિલો દિમાગ ને આજીવન ખુશાલી સભર સંતોષ આપી જાય છે. આવી જ રીતે ભાજપના પ્રદેશ મહિલા અધ્યક્ષ પોતાના જન્મ દિવસની ઉજવણીનો થનગનાટ એવા લોકો વચ્ચે કરવા જઈ રહ્યા છે કે તેઓના મુખડે સ્મિત આવે અને દિપીકાબેનનો આત્મા કંઈક ઉત્તમ કર્યું હોવાનો સંતોષ પામી લોકહિતના કાર્યો કરવા વધુને વધુ પ્રેરણા આપે.

ભારતીય જનતા પાર્ટી ના મહિલા મોરચાના અધ્યક્ષ દિપીકાબેન સરડવા આગામી ૧૨ મેના પોતાનો જન્મદિવસ ખારાઘોડાના રણમાં વસવાટ કરતા અગરિયા પરિવારની 55 દીકરીઓને સુકન્યા સમૃદ્ધિ યોજનાનો લાભ અપાવી, શિક્ષણને મહત્વ આપતા સ્કૂલ બેગનું વિતરણ કરી ઉજવણી કરશે. ત્યારપછી દિપીકાબેન આ દિવસે ગણતર સંસ્થા પાટડીમાં વહાલી દીકરી યોજનાના 101 હુકમ પત્ર અને સગર્ભાને સુપોષણ કીટનું વિતરણ કરશે. ઉપરાંત સુરેન્દ્રનગર સ્થિત ગાંધી હોસ્પિટલમાં દર્દીઓને કીટ વિતરણ કરશે.

ત્યારબાદ વઢવાણમાં આવેલી બ્રહ્મ સમાજની વાડી ખાતે 51 વિધવા બહેનોને વિધવા સહાયનો લાભ અને સાડી વિતરણ તેમજ બાળકોનાં સુપોષણ ને ધ્યાનમાં લઇ કીટ વિતરણ કરી જન્મદિવસની સવિશેષ સમરસતા ધરાવતી ઉજવણી કરશે. જે બાદ સુસંસ્કારોથી સિંચાઈયેલા દિપીકાબેન વઢવાણના વૃદ્ધાશ્રમની મુલાકાત લઇ માવતરના આશીર્વાદ પણ મેળવશે.

— દિપીકાબેન સરડવાના ભૂતકાળમાં ડોકિયું કરીએ તો.”વહુ”એ માતા-પિતા અને સાસરી પરિવારનું નામ ઉજાગર કર્યું છે :

લગ્નને યાદ્‌ગાર બનાવવા લોકો અવનવા પ્રયોગો કરતા હોય છે ત્યારે એક લગ્ન પ્રસંગમાં ‘વહુ’એ લખેલા લખેલાં પાંચ પુસ્તકોનું મંડપમાં જ વિમોચન કરવામાં આવ્યું હતું. બોપલમાં રહેતા ડૉ. સચિન સરડવા અને મોરબીના ડૉ. દીપિકા વિઠલાપરા લગ્ન ગ્રંથીથી જોડાયાં હતાં. ડૉ. દીપિકાને નાનપણથી લેખનનો ખૂબ શોખ હતો. તેમણે અત્યાર સુધી પાંચ પુસ્તકો લખ્યાં હતાં.

— સતત વાંચનનો શોખ તેમને પુસ્તક લખવા તરફ પ્રેરણા આપી ગયો :

•૨૫ નવેમ્બરે નવ દંપતિએ પ્રભુતામાં પગલાં પાડ્યાં હતાં. તેમના લગ્નમંડપમાં જ પાંચેય પુસ્તકોનું વિમોચન થયું ત્યારે મહેમાનો માટે બમણી ખુશીનો પ્રસંગ બની ગયો હતો. આ અંગે ડૉ. દીપિકાએ કહ્યું કે, મને નાનપણથી જ પુસ્તકો વાંચવાનો શોખ છે. સતત વાંચનના કારણે લખવાનો શોખ જાગ્યો અને તેમાંથી પુસ્તક લખવાની પ્રેરણા મળી હતી. આ ઉપરાંત નાનપણથી જ રમત, યોગ-વ્યાયામ, કરાટે, નૃત્ય, નાટક, કવિતા અને નિબંધ લખવાનો શોખ જાગ્યો હતો.

— ડૉ. દીપીકા સરડવાને અનેક મેડલ અને પ્રશંસાપત્રો મળ્યા છે :

ડૉ. દીપીકા સરડવાએ એક મુલાકાતમાં કહ્યું હતું કે, મારા વડીલો અને શિક્ષકો લેખન કાર્ય માટે સતત પ્રોત્સાહન આપતા રહ્યા હતા, તેના કારણે મને પુસ્તકો અને મેડલો પણ ઘણા મળ્યા છે. પરિવારના સપોર્ટના કારણે મેં સામાન્ય લોકોને અઘરું લાગતું કાર્ય પસંદ કર્યું છે. સંસ્કૃત ભાષા પ્રત્યેના પ્રેમના કારણે જ હું પીએચ.ડી. ની પદવી મેળવી શકી છું. મારા લગ્ન સમારંભને યાદગાર બનાવવા માટે મેં સમયાંતરે પાંચ પુસ્તકો લખ્યાં હતાં. આ પુસ્તકોના મારા માતા-પિતા તેમજ મહાનુભાવોના હસ્તે લગ્ન સમારંભમાં વિમોચન કરવામાં આવ્યું હતું.

— લગ્ન પ્રસંગ વખતે દીપીકા બહેનના પતિ સચીન સરડવાએ પત્ની નો શોખ પૂર્ણ કરવા સહયોગનો કોલ આપ્યો છે :

એમબીબીએસની પદવી હાંસલ કર્યા બાદ પોતાની ફાર્મા કંપની ચલાવતા ડૉ. સચિન કહે છે કે, હું એ વાતનું પૂરું ધ્યાન રાખીશ કે મારા પત્નીનો લેખનનો શોખ લગ્ન પછી પણ ચાલુ રહે. જન્મ આપનાર માતા-પિતા અમારા માટે સર્વોપરી છે તેથી પુસ્તકોનું વિમોચન તેમના હાથે કરવામાં આવે તેના કરતા ઉત્તમ કાર્ય કાંઈ જ ન હોઈ શકે. આથી વડીલોની હાજરીમાં જ પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું.

— ડૉ. દીપિકાએ લખેલા પાંચ પુસ્તકો ક્યાં? :

1. કવિતાની વિકાસયાત્રામાં આધુનિક સંસ્કૃત કવિઓ, કૃતિઓ અને કાવ્યજગત 2. અર્વાચિન સંસ્કૃત કવિ ડૉ. ‘અભિરાજ’ રાજેન્દ્ર મિશ્રાનું જીવન અને કવન 3. ડૉ. ‘અભિરાજ’ રાજેન્દ્ર મિશ્રના રૂપકોમાં સામાજિક વાસ્તવ 4. ડૉ. ‘અભિરાજ’ રાજેન્દ્ર મિશ્રની કાવ્યક્ષેત્રે સિદ્ધિઓ 5. વૈશ્વિક ચેતનાના કવિ ડૉ. હર્ષદેવ માધવ મુખ્ય પુસ્તકો છે.

તસવિર અને અહેવાલ : પિન્ટુભાઈ દેસાઈ-વડનગર 

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.