ગાંધીના ગુજરાતમાં વિદેશી શરાબ માટે પરમીટ હોલ્ડરોની સંખ્યા ડબલ

December 29, 2022

રાજ્યમાં ફાઈવ સ્ટાર હોટલો પણ જે રીતે અમદાવાદ અને ગાંધીનગર આસપાસ વધતી જાય છે તેને પણ પરમિટ શોપની છૂટ

ગરવી તાકાત, ગાંધીનગર – ફક્ત નવા વર્ષની ઉજવણી કે પછી શિયાળાની ઠંડી ઉડાડવાની પરંતુ ડ્રાય ગુજરાત હવે લગભગ આખુ વર્ષ ‘હાઈ’ રહે છે. રાજ્યમાં દારુબંધી હોવા છતા પણ ગેરકાનૂની રીતે વેચાતા દેશી અને વિદેશી બ્રાન્ડના શરાબ અંગે તો અવારનવાર અહેવાલો આવતા જ રહે છે પરંતુ રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં શરાબ પીવાની પરમિટ ધારકોની સંખ્યામાં પણ લગભગ 50% જેટલો વધારો થયો છે અને તેમના માટે શરાબ ઉપલબ્ધ બનાવવા રાજ્યમાં વિદેશી શરાબની ખરીદી એક વર્ષમાં લગભગ 50% વધી ગઇ છે.

છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં દારુબંધીમાં અન્ય રાજ્યોમાંથી આવતા લોકો તેમજ વિદેશથી આવતા પ્રવાસીઓ સહિતના તમામને અનેક પ્રકારની છૂટછાટ આપવામાં આવે છે પરંતુ પરમિટ હોલ્ડર એટલે કે જેઓને આરોગ્યના કારણોસર શરાબ પીવાની પરમિટ આપવામાં આવતી હતી તેમની સંખ્યા પણ સતત વધતી જાય છે. નવેમ્બર, 2020માં રાજ્યમાં હેલ્થ પરમિટ ધરાવનારની સંખ્યા ફક્ત 27,452 હતી જે ચાલુ વર્ષે 40,921 થઇ છે અને રાજ્યના પ્રોહીબીશન વિભાગના ડેટાના જણાવ્યા મુજબ ગત વર્ષે નવેમ્બર માસમાં 37,421 હતી.જો કે કોવિડ કાળ દરમિયાન શરાબ પીવા માટે હેલ્થ પરમિટ આપવા સહિતના મુદ્દે બ્રેક લાગી હતી તેથી પેન્ડીંગ તેમજ રિન્યુઅલ અરજીઓનો ઢગલો થઇ ગયો હતો અને તે સાથે જ નવી અરજીઓ માટે પણ ધસારો થયો હતો.

જો કે 6.50 કરોડ ગુજરાતીઓ વસ્તા હોય તેમાંથી સતાવાર રીતે શરાબ પીવાની પરમિટ ધરાવતા ફક્ત 40,921 હોય તે કદાચ અત્યંત અતાર્કિક ફીગર છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, નવા માપદંડો પણ ઉમેરાયા છે. જેમ કે છેલ્લા પાંચ વર્ષથી આવકવેરા રિટર્ન ફાઇલ કરતા હોય અને જેની વાર્ષિક આવક રૂા. 3 લાખથી વધુ હોય તેઓને આરોગ્યના કારણોસર શરાબ પીવાની પરમિટ આપવામાં આવે છે પરંતુ લોકોનું જે રીતે જીવનધોરણ ઉંચુ ગયું છે અને વાસ્તવમાં જેઓ અનિંદ્રા અને ડીપ્રેશન જેવા રોગથી પીડાય છે તેઓને પણ શરાબ પીવાની પરમિટ આપવામાં આવે છે અને આ પરમિટ ધારકોની સંખ્યા વધતા માન્ય લિકર શોપ ધારકોને છેલ્લા બે વર્ષમાં વેચાણમાં 25 થી 30% જેવો વધારો થયો છે.

રસપ્રદ રીતે ગુજરાતીઓની હવે શરાબ પીવાની પસંદગી પણ બદલાઈ છે અને રાજ્યમાં સતાવાર રીતે જે શરાબ પરમિટ શોપ હોલ્ડરો મંગાવે છે તેમાં સિંગલ માલ્ટ એટલે કે કોઇ એક જ ગ્રેઇનમાંથી તૈયાર કરવામાં આવેલ હોય તેને સિંગલ માલ્ટ શરાબ તરીકે ઓળખવામાં આવે છે અને તેમાં વ્હીસ્કી સૌથી લોકપ્રિય છે. જ્યારે સ્કોચ વ્હીસ્કી એટલે કે સ્કોટલેન્ડમાં બનાવેલી વ્હીસ્કી માટે આ શબ્દ વાપરવામાં આવે છે. તેની ડીમાંડ વધી છે. રાજ્યમાં ફાઈવ સ્ટાર હોટલો પણ જે રીતે અમદાવાદ અને ગાંધીનગર આસપાસ વધતી જાય છે તેને પણ પરમિટ શોપની છૂટ હોય છે આ ઉપરાંત ગિફટ સિટીમાં પણ આગામી દિવસમાં લિકર શોપ ખૂલી જશે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0