દોલતપુરાના શિક્ષકનું કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ ICT એવોર્ડથી સન્માન કર્યું, દેશભરના 232 પૈકી 24 શિક્ષકોમાં પસંદગી

March 3, 2022

     — NCIT દ્વારા ICT એવોર્ડ માટે રાજ્યના 52 શિક્ષકોમાંથી બે શિક્ષકની પસંદગી કરાઈ હતી

     — શિક્ષકને સિલ્વર મેડલ આપી રાષ્ટ્રીય ICT એવોર્ડ સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા

ગરવી તાકાત મહેસાણા: મહેસાણા જિલ્લામાં સ્માર્ટ અને ડિજિટલ શિક્ષણને વેગ આપતા દોલતપુરા સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક મેહુલભાઈ પ્રજાપતિએ શાળાને ઇન્ફોર્મેશન અને ટેકનોલોજીની સેવાઓ અને શિક્ષણ થી સજ્જ કરતા તેમના કાર્યને લઈ NCIT દ્વારા રાષ્ટ્રીય ICT એવોર્ડ માટે પસંદગી કરાઈ હતી. જેમાં મહેસાણા જિલ્લામાંથી મેહુલભાઈ પ્રજાપતિ અને અન્ય એક શિક્ષકની પસંદગી કરાઈ હતી. દિલ્હી ખાતે NCIT દ્વારા યોજાયેલ એવોર્ડ સન્માન સમારોહમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રીના હસ્તે મહેસાણાના શિક્ષક મેહુલભાઈ પ્રજાપતિને સિલ્વર મેડલ આપી રાષ્ટ્રીય ICT એવોર્ડ સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે NCIT દ્વારા ICT એવોર્ડ માટે રાજ્યના 52 શિક્ષકોમાંથી બે શિક્ષકની પસંદગી કરાઈ હતી. તેમજ રાષ્ટ્રમાંથી કુલ 232 શિક્ષકો પૈકી 24 શિક્ષકોને આ સન્માન પ્રાપ્ત થયું હતું. જેમાં મહેસાણાના દોલતપુરા શાળાના મેહુલભાઈનો સમાવેશ થાય છે.

શિક્ષણ ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાએ મહેસાણા જિલ્લા સહિત રાજ્યનું ગૌરવ વધારનાર શિક્ષક મેહુલભાઈ પ્રજાપતિ દિલ્હીથી પરત ફરતા જિલ્લાના શિક્ષકો અને સ્થાનિક ગ્રામજનો દ્વારા ઘોડેસવારી સાથે શોભાયાત્રા કાઢી તેમનું ધામધૂમથી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. શિક્ષક મેહુલભાઈએ NCIT દ્વારા સન્માનમાં મળેલ લેપટોપ સહિતના ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોનો ઉપયોગ પોતે વ્યક્તિગત રીતે નહિ પરંતુ પીએમ વિદ્યા ચેનલ પ્રોજેક્ટની તૈયારીના ભાગરૂપે વિદ્યાર્થીઓના શિક્ષણ માટે કરવાની જાહેરાત કરી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0