ગરવી તાકાત સાબરકાંઠા : હિંમતનગરમાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે આજે સાબરકાંઠા જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં જિલ્લાના નાગરિકોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા. ગુજરાત સરકારનો સ્વાગત ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ છેલ્લા 20 વર્ષથી લોકશાહીને ધબકતી રાખી પ્રજાના કલ્યાણ માટે નિરંતર ચાલી રહ્યો આ કાર્યક્રમ લોકો માટે આધારસ્તંભ બની ગયો.

જ્યાં તેઓ સીધા વહીવટીતંત્ર સમક્ષ પોતાની સમસ્યાઓ રજૂ કરી શકે. આ કાર્યક્રમમાં અરજદારો દ્વારા કુલ 17 જેટલા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા જેમાં દબાણ દૂર કરવા બાબત, જમીન સર્વેક્ષણ, રોડ રસ્તા, વરસાદી પાણીના નિકાલ અને જમીન સંપાદન સહિતના વિવિધ વિષયોનો સમાવેશ થાય કલેક્ટરે અરજદારોને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું અને તેમના પ્રશ્નોનો ઝડપી નિકાલ આવે.

તે માટે સંબંધિત અધિકારીઓને અનુરોધ કર્યો. તેમણે વહીવટી તંત્રના તમામ અમલીકરણ અધિકારીઓને લોકોના પ્રશ્નોને શાંતિથી સાંભળી યોગ્ય ઉકેલ લાવવાની દિશામાં કામગીરી કરવા પણ જણાવ્યું આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, અધિક નિવાસી કલેક્ટર ક્રિષ્ના વાઘેલા, પ્રાંત અધિકારીઓ સહિત અન્ય અમલીકરણ અધિકારીઓ અને અરજદારો ઉપસ્થિત રહ્યા.


