હિંમતનગરમાં DDOની ઉપસ્થિતિમાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો…

December 24, 2025

ગરવી તાકાત હિંમતનગર : હિંમતનગરમાં કલેક્ટર કચેરીના સભાખંડમાં સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરાની ઉપસ્થિતિમાં આજે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં જિલ્લાના નાગરિકોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા ગુજરાત સરકારનો સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ છેલ્લા 20 વર્ષથી લોકશાહીને ધબકતી રાખી પ્રજાના કલ્યાણ માટે નિરંતર ચાલી રહ્યો.

District welcome program held in Himmatnagar in the presence of DDO | હિંમતનગરમાં  DDOની ઉપસ્થિતિમાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો: 16 પ્રશ્નો રજૂ કરાયા, ઝડપી  નિકાલની ...

આ કાર્યક્રમ લોકો માટે આધારસ્તંભ બની ગયો આ કાર્યક્રમમાં દબાણ દૂર કરવા, જમીન સર્વેક્ષણ, રોડ રસ્તા અને રખડતા ઢોરના નિયંત્રણ સહિત વિવિધ વિષયો પર અરજદારો દ્વારા કુલ 16 પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા જિલ્લા વિકાસ અધિકારીએ અરજદારોને યોગ્ય માર્ગદર્શન આપ્યું અને તેમના પ્રશ્નોનો ઝડપી નિકાલ આવે તે અંગે.

સંબંધિત અધિકારીઓને અનુરોધ કર્યો તેમણે વહીવટી તંત્રના તમામ અમલીકરણ અધિકારીઓને લોકોના પ્રશ્નોને શાંતિથી સાંભળી યોગ્ય ઉકેલ લાવવાની દિશામાં કામગીરી કરવા જણાવ્યું આ કાર્યક્રમમાં અધિક નિવાસી કલેક્ટર ક્રિષ્ના વાઘેલા, પ્રાંત અધિકારી સહિત અન્ય અમલીકરણ અધિકારીઓ તેમજ અરજદારો ઉપસ્થિત રહ્યા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0