— સામાન્ય મતદારો ઇવીએમ-વીવીપેટની કાર્યપધ્ધતિથી માહિતગાર થાય અને તેની કાર્યરીતિ અંગે જાણકારી મેળવી શકશે :- જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલ
ગરવી તાકાત મહેસાણા : મહેસાણા આગામી સમયમાં યોજાનાર ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત સામાન્ય મતદારો ઇવીએમ વીવીપેટની કાર્યપધ્ધતિથી માહિતગાર થાય અને તેની કાર્યરીતિ અંગે જાણકારી મેળવે તે હેતુસર ઇવીએમ-વીવીપેટ નિદર્શન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
આ કાર્યક્રમને વધુ અસરકારક બનાવવાના હેતુસર દરેક જિલ્લા/તાલુકા મથક ખાતેથીnકચેરીઓ જનસેવા કેન્દ્ર ખાતે સ્થાયી“EVM-VVPAT નિદર્શનક્ક્ષ”તૈયાર કરવામાં આવે છે.
જેને અનુલક્ષીને મહેસાણા જિલ્લા કલેકટર કચેરી ખાતે ભોંયતળીયે “ EVM-VVPAT નિદર્શન ક્ક્ષ” જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલે ખુલ્લો મુક્યો હતો. ભારતનાં ચૂંટણી આયોગ દ્વારા વધુમાં વધુ મતદારો આ નિદર્શન પ્રક્રિયામાં સહભાગી બની સમગ્ર કાર્યપધ્ધતિથી વાકેફ થાય તે માટે વિવિધ કચેરીઓ ખાતે આવતા મુલાકાતીઓને “ EVM-VVPAT નિદર્શન ક્ક્ષ” ની મુલાકાત લેવા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જે.એમ.તુવરે જણાવ્યું હતું.