વાવાઝોડામાં લોકસેવાના ચાલતાં ઉમદા કાર્યમાં ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશભાઇ પટેલ પણ સહભાગી બન્યાં   

June 15, 2023
ઊંઝા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન દિનેશભાઇ પટેલે ફૂલવડી અને સુખડીના પાંચ ફૂડ પેકેટ તૈયાર કર્યા
વાવાઝોડાથી અસરગ્રસ્ત થયેલા લોકો માટે સુકા નાસ્તાથી ફૂડ પેકેટ તૈયાર કરી જરુરીયાત મંદોને અપાશે 
જીવદયા, માનવસેવા અને ધાર્મિક કાર્યોમાં હરહંમેશ તત્પરતાં દર્શાવવામાં દિનેશભાઇ પટેલ ‘ ‘ પાછી પાની કરી નથી ’’
ગરવી તાકાત, મહેસાણા તા. 15- ગુજરાતમાં વાવાઝોડાનો તોળાઇ રહેલા ખતરાને જોતાં કચ્છ, સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે વસવાટ કરતાં લોકોને ભારે જાનમાલની નુકશાનીની સંભાવના વચ્ચે ગુજરાત સરકાર તથા વહીવટીતંત્ર દ્વારા દરિયા કિનારે વસવાટ કરતાં 90 હજારથી વધુ લોકોને વિવિધ સેલ્ટર હોમમાં સુરક્ષિત સ્થળે ખસેડી દેવામાં આવ્યાં છે. જ્યાં તેઓને રહેવા જમવાની, આરોગ્યની તમામ સેવાઓ તંત્ર દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી છે.
આ સંજોગોમાં વિવિધ એનજીઓ, સેવાકિય સંસ્થાઓ, સહકારી સંસ્થાઓ સહિત દ્વારા આવા અસરગ્રસ્ત લોકો માટે ફૂડ પેકેટ બનાવવામાં આવી રહ્યાં છે. ત્યારે માનવ સેવાના ચાલી રહેલા આ ઉમદા કાર્યમાં ઊંઝા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન દિનેશભાઇ પટેલ પણ સહભાગી બન્યાં છે. દિનેશભાઇ પટેલના નેતૃત્વમાં સુખડી અને ફૂલવડીના ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યાં છે. પાંચ હજાર જેટલા સુકા નાસ્તાના તૈયાર કરાયેલા આ ફૂડ પેકેટ અસરગ્રસ્ત લોકોને વિતરણ કરાશે.

વાવાજોડાને પગલે ઊંઝા વિધાનસભાના ધારાસભ્ય કે.કે.પટેલે પણ અપીલ કરી છે કે, આવનાર વાવાજોડામાં તમામ લોકો સુરક્ષિત રહે તેમજ વાવાજોડા સમયે કાચા મકાન નીચે રહેવું નહીં અને વીજ વાયર નીચે અને ઝાડ નીચે ઉભું રહેવું નહીં. બિપરજોય વાવાજોડું દરિયાકાંઠાના વિસ્તારોમાં વધુ અસર કરશે. જેને લઈને ઊંઝા વિધાનસભાના ધારાસભ્ય કિરીટ પટેલે ગુજરાતના તમામ નાગરિકોને સહી સલામત સ્થળે રહેવા માટે અપીલ કરી છે.
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0