વડનગર તાલુકાના ધારપુર ગામે બદામના ઝાડ નીચે જુગાર રમતાં પાંચ શખ્સોને ઝડપી પાડ્યાં

September 24, 2024

વડનગર પોલીસે જુગારના સાધન સાહિત સહિત 25,360ની રોકડ કબજે કરી 

ગરવી તાકાત, મહેસાણા તા. 24 – પોલીસ અધિક્ષક ડો. તરૂણ દુગ્ગલ મહેસાણા તથા નાયબ પોલીસ અધિક્ષક દિનેશસિંહ ચૌહાણ વિસનગર વિભાગના માર્ગદર્શન મુજબ વડનગર પો.સ્ટે વિસ્તારમાં પ્રોહી/જુગારની અસમાજિક પ્રવૃતિ આચારતા ઇસમો ઉપર રેઇડો કરી અસરકારક પરિણામલક્ષી કામગીરી કરવા અમોને સૂચના આપેલ જે મુજબ વડનગર પોલીસ સ્ટેશન વિસ્તારના ધારપુર ગામમાં ગંજીપાનાનો જુગાર રમતા પાંચ શખ્સોને વડનગર પોલીસે 25,360 રૂપિયાના મુદ્દા સાથે ઝડપી પાડ્યાં હતા.

Complaint lodged at Vadnagar police station against in-laws for threatening to kill wife in dowry case | પરિણીતાને ત્રાસ: દહેજ મામલે પરિણીતાને માર મારી ધમકીઓ આપનારા સાસરીયાઓ વિરૂદ્ધ ...

તા.૨૩/૦૯/૨૦૨૪ના રોજ પો.ઇન્સ. વી.આર. વાણીયાના નેતૃત્વમાં એસ.એમ.પરમાર પો.સબ.ઇન્સ તથા અ.હેડ.કો. જીતેન્દ્રકુમાર, અ.પો.કો બાલુસિંહ, તથા આ.પો.કો.વિપુલસીંહ, તથા અ.પો.કો વિપુલકુમાર, તથા અ.પો.કો- મેહુલકુમાર તથા અ.પો.કો. વિષ્ણુભાઇ, અ.પો.કો લાલાજી સહિતનો પોલીસ સ્ટાફના માણસો વડનગર પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે હકીકત મળેલ કે મોજે ધારપુર ગામમાં રહેતો ઠાકોર સહદેવજી રતનજી અભુજી રહે- વડનગર ધારપુર તા-વડનગર જી-મહેસાસાણાવાળો પોતાના ઘર આગળ આવેલ ખેતરમાં બદામના ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં બહારથી માણસો બોલાવી કેટલાક ઇસમો ભેગા મળી પોતાના અંગત આર્થિક ફાયદા સારૂ ગંજીપાના વડે પૈસાથી હારજીતનો જુગાર રમે છે.

જે હકીકત આધારે પંચો સાથે રેઇડ કરતાં (૧) પરમાર ધર્મેન્દ્રકુમાર નરેન્દ્રભાઇ પરષોત્તમભાઇ રહે.-ખેરાલું હાટડીયા તા-ખેરાલું જી,મહેસાણા (૨) ઠાકોર કરણજી બળદેવજી રહે.- વડનગર ધારપુર તા-વડનગર (૩) ઠાકોર સહદેવજી રતનજી રહે.-વડનગર ધારપુર તા-વડનગર  (૪) શેખ અસ્લમ કમાલખાન હુસૈનભાઇ રહે.-ખેરાલું મલેકવાસ તા-ખેરાલું (૫) બહેલીમ મહેબુબખાન બુખારીમીંયા રહે.-બહેલીમવાસ તા-ખેરાલુંવાળાને કુલ રોકડ રૂપીયા-૨૫૩૬૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી જેઓના વિરુદ્ધમાં જુગાર ધારા કલમ-૧૨ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0