ગરવી તાકાત મહેસાણા : મહેસાણાના રામોસણા નજીક આવેલ દેસાઈ નગર વિસ્તારની આંગણવાડીમાં બાળકોને અપાતા દાળ ઢોકળીમાં સોમવારના રોજ ધનેરા નીકળતા સ્થાનિક લોકોએ રજૂઆત કરી. જિલ્લાની આંગણવાડીઓમાં 3 થી મળીને 6 વર્ષના બાળકોને પાયાનું શિક્ષણ આપવાની સાથે ગરમ નાસ્તો પીરસવામાં આવે છે, જેના ભાગરૂપે સોમવારના રોજ મહેસાણા શહેરના દેસાઈનગર વિસ્તારની આંગણવાડીમાં બાળકોને દાળ ઢોકળી પીરસવામાં આવી.
જેમાં એક બાળકી ત્યાં જમતી ન હોય તેના વાલી ઘરે તેને ખવડાવવા માટે દાળ ઢોકળી લઈ ગયા. ઘરે જઈને જોયા બાદ ખબર પડી કે દાળ ઢોકળીમાં ધનેરા હતા. આ અંગે બાળકીના વાલીએ વિડીયો અને ફોટા સાથે રજૂઆત કરી.ઉલ્લેખનીય છે કે, આંગણવાડીમાં નાસ્તો બનાવવા માટે પેકેટ આપવામાં આવે છે. એટલે લોટના પેકેટમાં કે અન્ય કોઈ પેકેટમાં જ ધાનેરા હોવાનું લોકો માની રહ્યા છે. બીજી તરફ સમગ્ર મામલે આંગણવાડી ઘટકના અધિકારીને પૂછતાં તેમણે દાળ ઢોકળીમાંથી એક ધનેરૂ નીકળ્યું હોવાનો સ્વીકાર કર્યો હતો.