પાલનપુર ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે એકની અટકાયત

April 27, 2022

ગરવી તાકાત પાલનપુર :  અમીરગઢ ખાતે આવેલી ગુજરાત-રાજસ્થાન સરહદ ધરાવતી અને અતિ સંવેદનશીલ ગણાતી પોલીસ ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂ લઈ જનારી કાર સાથે એક ઇસમની અટકાયત કરવામાં આવી છે. પોલીસે વિદેશી દારૂ અને બિયર નંગ 254 સહિત કુલ રૂપિયા 3 લાખ 33 હજારનો મુદ્દામાલ કબ્જે લઇ વધુ તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લાની સંવેદનશીલ ગણાતી ચેકપોસ્ટમાંથી એક એવી અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂ લઈ જવામાં આવવાનો હોવાની બાતમી અમીરગઢના પીએસઆઈ એમ.કે.ઝાલાને મળી હતી. જેથી ચેકપોસ્ટ પર પોલીસ સ્ટાફ દ્વારા નાકાબંધી કરવામાં આવી હતી. જેથી બાતમીમાં જણાવાયેલી સ્વિફ્ટ કાર નંબર gj 08Aj 2277 આબુરોડ તરફથી પૂરઝડપે આવતી હોવાથી કાર ગુજરાતમાં પ્રવેશે તે પહેલાં પોલીસે તેને રોકી તેમાં તપાસ હાથ ધરી હતી.

તપાસમાં કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસ દ્વારા તેની અટકાયત કરી વિદેશી દારૂ અને બિયર નંગ 254 કિંમત રૂ. 28 હજાર 790 સહિત કુલ રૂ. 3 લાખ 33 હજાર 790નો મુદ્દામાલ કબજે લઈ વિદેશી દારૂ લઈ જનારા ઈસમની અટકાયત કરી હતી. ઉપરાંત કારમાં સવાર અન્ય ત્રણ જણા નાસી ગયા હતા, જેમના ઉપર પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહીના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0