થરા કોલેજમાં ‘દેશ ભક્તિ’ ગીત સ્પર્ધા યોજાઈ

August 5, 2022
ગરવી તાકાત કાંકરેજ :  કાંકરેજ તાલુકા કેળવણી મંડળ,થરા સંચાલિત શ્રી સેવંતીલાલ અમૃતલાલ સુરાણી વિદ્યાસંકુલ અંતર્ગત શ્રીમતી કાંતાબેન કીર્તિલાલ શાહ આર્ટ્સ એન્ડ શ્રીમતી લીલાવતીબેન બાપુલાલ ગુંજારીયા કૉમેર્સ કોલેજ, થરામાં તા.૦૪/૦૮/૨૦૨૨ ના રોજ સપ્તધારા અંતર્ગત ‘ગીત-સંગીત-નૃત્યધારા’ હેઠળ દેશ ભક્તિ ગીત સ્પર્ધા કાર્યક્રમ પ્રિ.ડૉ.ડીએસ.ચારણના માર્ગદર્શના હેઠળ યોજાયો. આ કાર્યક્રમમાં કુલ આઠ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. તેમાં પ્રથમ સ્થાને કું.મનીષાબેન ડી. નાઈ દ્વિતીય સ્થાને કું.શ્રુતીબેન એસ. પ્રજાપતિ તૃતીય સ્થાને કું.રીમાબેન એન. ચૌહાણ અને કું.મિત્તલબેન પી. દેસાઈ રહ્યા હતા.
આઝાદીના અમૃત મહોત્સવના પ્રસંગે દેશ ભક્તિ ગીત સ્પર્ધા સંદર્ભે કોલેજના પ્રિ.ડૉ.ડીએસ.ચારણે દેશ ભક્તિ સંદર્ભે પ્રેરક પ્રવચન આપી સ્પર્ધકોને બિરદાવી વિજેતાઓને આશીર્વાદ આપ્યા હતાં. આ પ્રસંગે નિર્ણાયક તરીકે પ્રા.વાઘુભાઈ દેસાઈ,પ્રા.કૌશલભાઈ દેસાઈ અને પ્રા.મધુબેન પરમારે કામગીરી કરી હતી. આ પ્રસંગે સમગ્ર અધ્યાપક ગણ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમનું સુચારુ સંચાલન પ્રા.જૈનાબેન શાહે કર્યું હતું.
તસવિર અને અહેવાલ : માનસિંહ ચૌહાણ – કાંકરેજ 
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0