ઉંઝાના નાયબ મામલતદારને પોતાની ફરજ દરમ્યાન વર્ષ 2007માં રૂપીયા 1.31 લાખની રકમમાં ઉચાપત કરી હોવાનુ સામે આવતા, આ મામલે ઉંઝા પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસની સુનવણી ચાલી રહી હતી ત્યારે આજે 14માં વર્ષે નાયબ મામલતદારને સજા મળી છે.
મહેસાણા જીલ્લાના ઉંઝા તાલુકામાં વર્ષ 2007માં નાયબ મામલતદાર આર.એમ.સુવેરાઓ ઈ-ધરામાં ફરજ બજાવતા હતા. આ દરમ્યાન તેમને રૂપીયા 1.31 લાખ જેટલી સરકારી રકમની ઉચાપત કરી હતી. જેથી આ મામલો પ્રકાશમાં આવતા તેમની વિરૂધ્ધ ઉંઝા પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેથી આ કેસની સુનવણી ઉંઝાં કોર્ટમાં છેલ્લા 13-14 વર્ષથી ચાલી રહી હતી. આ કેસની સુનવણીમાં કોર્ટે સમક્ષ તત્કાલીન નાયમ મામલતદાર વિરૂધ્ધ ઠોસ આધાર પુરાવા મળી રહેતા, તેમને દોષી ઠેરવી 5 વર્ષની કેદની સજા આપવામાં આવી છે.
કોર્ટની સુનવણી દરમ્યાન સરકારી વકીલ વિજય બારોટની દલિલ આધારે આરોપીને સજા ફરમાવવમાં આવી હતી. જેમાં કોર્ટે આઈપીસીની કલમ 409 હેઠળ 5 વર્ષની કેદની સજા આપી છે.
તમને જણાવી દઈયે કે, આ કેસ બીજા અન્ય ભ્રષ્ટાચારના કેસ કરતાં ઘણો અલગ છે. કેમ કે, ખુબ જ ઓછા કેસમાં નિવૃત થયા બાદ કોઈ અધિકારીને સજા મળતી હોય છે. નાયમ મામલતદાર વિરૂધ્ધ આ કેસ 2007 નો હોવાથી તેઓ હાલ રીટાયર્ડ પર થઈ ચુક્યા છે. તેમ છતાં તેમને સજા મળતા એક દાખલો બેસાડાયો છે કે, કોઈ ઓફીસર નિવૃત થઈ જાય તેમ છતાં તેમને પણ સજા થઈ શકે છે.