ગરવી તાકાત બનાસકાંઠા : દિયોદર ST બસ ના ડ્રાઇવરે દિયોદર ST ડેપો ના ઇન્ચાર્જ TC અધિકારી ના ત્રાસ થી ઝેરી દવા પીને આપઘાત નો પ્રયાસ કર્યો જે મામલે ડેપોના કર્મચારીઓ એ તાત્કાલિક ગંભીર હાલતમાં ડ્રાઈવરને સારવાર અર્થ પ્રાઇવેટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા જે મામલે પરિવારજનોએ પોલીસ મથકે જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી દિયોદર ST ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા.

અને પથરીથી પીડિત ભાઈરામભાઈ જોષીએ શુક્રવારે સાંજે દિયોદર ST ડેપો પાસે આવેલ ભટીયાણી માતાજીના મંદિરે દિયોદર ST ડેપોના ઇન્ચાર્જ TC અધિકારી આરબી જોષીના ત્રાસથી ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો જેમાં ગંભીર હાલતમાં ડ્રાઈવરને ST ડેપોના કર્મચારીઓ એ તાત્કાલિત સારવાર અર્થે દિયોદર પ્રાઇવેટ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો.
![]()
જ્યાં ડ્રાઈવરના પરિવારજનો પણ દોડી આવ્યા આ બાબતની જાણ પરિવારજનોએ દિયોદર પોલીસને કરતાં દિયોદર પોલીસ પણ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી જેમાં ડ્રાઈવરે દિયોદર ST ડેપોના ઇન્ચાર્જ TCના માનસિક ત્રાસથી આપઘાત નો પ્રયાસ કર્યો હોવાનું બહાર આવ્યું.


