સરસ્વતી તાલુકા ના નાયતા પુલ નું ડાઇવર્ઝન ડામર થી બનાવવા લોકોની માંગણી?

March 1, 2022

–સરસ્વતી તાલુકાના  નાયતા ગામનો પુલ જર્જરિત થયો 

–સરસ્વતી તાલુકાના ૧૦ ગામ ના વિદ્યાર્થીઓ – ધો.10.અને 12.ની પરીક્ષા થી.ચિંતીત

ગરવી તાકાત પાટણ: પાટણ અને શિહોરી હાઈવે ઉપર નાયતા ગામ પાસે નો  પુલ જર્જરિત થયો છે.આ પુલ નું સમારકામ ચાલી રહ્યું છે. ચાલી રહેલા કામના કારણે આપણું ડાઈવર્ઝન અપાયું છે.ડાયવર્ઝન ના કારણે  એસ.ટી બસો તેમજ વાહનો ચલાવવા મા વાહન ચાલકો ને તકલીફ પડી રહી છે.ડાઇવર્ઝન નાનું તેમજ સાંકડુ અને કાચું હોવાના કારણે વાહનચાલકો હેરાન-પરેશાન થઈ રહ્યા છે. કાંસા ગામ થી નાયતા ગામ વચ્ચે ના ભાગે સરસ્વતી તાલુકાના 10  જેટલા ગામડાઓ આવેલા છે
સ્થાનિક લોકો જણાવે છે. કે અમારા કાંસા ગામ થી આગળ  જતા અંદર ના ભાગે 10થી 12.નાના મોટા  ગામ આવેલા છે. આજુબાજુ ના વિસ્તાર ના નાગરિકો અને વિદ્યાર્થી ની માગણી છે. કે હાલપુલ નું સમારકામ હાલમાં ચાલી રહ્યુ છે.પુલ ની બાજુમાં
ડાયવર્ઝન ડામર નુ પાકુ બનાવવામાં આવે અને મોટું બનાવવામાં આવે જેથી બંને સાઇડ સાધનો ની અવર જવર ઝડપી થાય છે.આ તકલીફના પડે હાલ મા તકલીફ ના કારણે સ્થાનિક લોકો એ તેમજ વિદ્યાર્થીઓ એ ઉગ્રહ દેખાવ પણ રોડ પર કર્યા હતા.ટૂંક સમયમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ શરૂ થનાર છે.  વિદ્યાર્થીઓ નો સમય ના બગડે તે માટે સત્વરે આનું નિરાકરણ લાવે તેવી માંગણી લોક માંગણી થઈ રહી છે.
તસવિર અને આહેવાલ : ભુરાભાઈ પરમાર — સરસ્વતી પરમાર
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0