બહુચરાજી તાલુકાના દેલવાડા-ખાનપુરા ગામ પાસે માનવતાને શર્મસાર કરતી ઘટના

November 27, 2026

નીલકંઠ મહાદેવ મંદિર નજીક બાવળની ઝાડીમાંથી ત્યજી દેવાયેલું નવજાત શિશુ મળી આવ્યું, હોસ્પિટલમાં તબીબોએ મૃત જાહેર કર્યું

 

ગરવીતાકાત

બહુચરાજી તાલુકાના દેલવાડા-ખાનપુરા ગામ પાસે સમાજ અને માનવતાને શર્મસાર કરતી એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. ગામ નજીક આવેલા નીલકંઠ મહાદેવ મંદિર પાસેની બાવળની ઝાડીમાંથી એક તાજું જન્મેલું નવજાત પુરુષ બાળક ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો અને તંત્ર દ્વારા બાળકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું, પરંતુ ફરજ પરના તબીબોએ બાળકને તપાસીને મૃત જાહેર કરતાં સમગ્ર પંથકમાં અરેરાટી અને ફિટકારની લાગણી વ્યાપી ગઈ છે.

આ સમગ્ર બનાવની વિગત મુજબ, દેલવાડા-ખાનપુરા ગામનો એક વ્યક્તિ વહેલી સવારે નીલકંઠ મહાદેવ મંદિર વિસ્તારમાં શૌચક્રિયા માટે ગયો હતો. તે દરમિયાન તેની નજર બાવળની ઝાડીમાં પડેલા ત્યજી દેવાયેલા નવજાત બાળક પર પડી હતી. આ દ્રશ્ય જોઈને તે ચોંકી ઉઠ્યો હતો અને તેણે તુરંત જ આ અંગે સ્થાનિક ગ્રામજનોને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને પારખીને ગ્રામજનો દ્વારા તાત્કાલિક પોલીસ અને 108 એમ્બ્યુલન્સને જાણ કરીને સ્થળ પર બોલાવવામાં આવી હતી. ઘટનાની જાણ થતા જ મોઢેરા પોલીસ સ્ટેશનનો કાફલો અને 108ની ટીમ ગણતરીની મિનિટોમાં સ્થળ પર દોડી આવી હતી અને બાળકનો જીવ બચાવવાના આશયથી તેને તાત્કાલિક સારવાર અર્થે બહુચરાજી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યું હતું. જોકે, હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ ઝીણવટભરી તપાસ કર્યા બાદ નવજાત શિશુને મૃત જાહેર કર્યું હતું.

આ સમગ્ર મામલે મોઢેરા પોલીસ મથકના જમાદાર અનિલભાઈએ વિગતો આપતા જણાવ્યું હતું કે, દેલવાડા-ખાનપુરા ગામ પાસે નીલકંઠ મહાદેવ મંદિર નજીકથી અંદાજે એક જ દિવસનું નવજાત પુરુષ બાળક મળી આવ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં કોઈ અજાણ્યા શખ્સ દ્વારા પોતાના પાપ છુપાવવા માટે રાત્રિના અંધકારનો લાભ લઈને આ માસૂમ બાળકને ઝાડીમાં ફેંકી દેવામાં આવ્યું હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. હાલમાં મોઢેરા પોલીસ દ્વારા મૃતક બાળકના પોસ્ટમોર્ટમ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત, આ નિર્દોષ અને માસૂમ શિશુને કોણે અને કયા સંજોગોમાં ત્યજી દીધું છે તે દિશામાં આસપાસના વિસ્તારોમાં પૂછપરછ કરીને મોઢેરા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0