સાબરકાંઠામાં ડી.એ.પી સહિતના ખાતરોની ઉણપ સર્જાતા જગતનો તાત મુંઝવણમાં મુકાયોં

November 23, 2024
રવિ સીઝનમાં ઈડર વડાલી સહિત ના વિસ્તારો માં બટાકાના પાક નું સૌથી વધુ વાવેતર…
ગરવી તાકાત, સાબરકાંઠા તા. 23 – ચિરાગ મેઘા સાબરકાંઠા – એક તરફ રવિ સિઝન ની શરૂઆત થતા ની સાથે જ ખેડૂત આલમ ઘઉં બટાકા ચણા સહિતના પાકોનું વાવેતર કરવાની શરૂઆત કરી ચૂક્યો છે જોકે હાલના તબક્કે ડી.એ.પી સહિતના ખાતરોની ઉણપ સર્જાતા કિસાન આલમ ચિંતામાં ઘરકાવ છે એક તરફ ખાતર વિના પાકની ઉપજ ઓછી આવી રહી છે તો બીજી તરફ શરૂઆતથી જ ખાતર ન હોવાના પગલે મોટાભાગના ખેડૂતો માટે અત્યારથી જ ઓછી ઉપજની ચિંતા સતાવી રહી છે. સાબરકાંઠાના ઈડર વડાલી સહિતના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી ડી.એ.પી સહિતના વિવિધ રાસાયણિક ખાતરોની ઉણપ સર્જાઈ રહી છે.
જેના પગલે હવે ખેડૂતો ખાતર વિના જ રવિ પાકોનું વાવેતર કરી રહ્યા છે જોકે ખાતર વિના દરેક પાક ની ઉપજ મળી શકતી નથી ત્યારે હાલના તબક્કે ખેડૂત આલમ રાસાયણિક ખાતર વિના ઘઉં, ચણા બટાકા સહિતના પાક વવાઈ રહ્યા છે ત્યારે સાબરકાંઠા ના વડાલી ઈડર સહિત ના વિસ્તારો માં બટાકા નો પાક નું સૌથી વધુ વાવેતર કરાઈ રહ્યું છે ત્યારે રોકડિયા પાક તરીકે બટાકાનો સમગ્ર વિસ્તારમાં વધુ વાવેતર કરાતું હોવા છતાં પાયાના ખાતર તરીકે હાલમાં રાસાયનીક પાકોની ઉણપ સર્જાતા ખેડૂતો માટે ભારે પરેશાનીનો સમય આવ્યો છે.
એક તરફ પાયાનું ખાતર નથી તો બીજી તરફ વાવેતરની સિઝન હોવાના પગલે વિના ખાતરે બટાકાનું વાવેતર કરનારા ખેડૂતો માટે ઓછા ઉત્પાદનની ચિંતા અત્યારથી સતાવી રહી છે. જોકે આ મામલે સ્થાનિક જિલ્લા સહકારી સંઘના પ્રતિનિધિ સાથે વાત કરતા તેમની કોઈપણ પ્રકારની વાતચીત કરવાનું ટાળ્યું હતું તો બીજી તરફ વડાલી તાલુકા સંઘ થકી ડી.એ.પી સહિતના ખાતરો માટેની વાતચીત કરતા તેમને પણ કોઈપણ પ્રકારના પ્રત્યુતરથી દૂર રહ્યા હતા ત્યારે આગામી સમયમાં રાજ્ય સરકાર સહિત વહીવટી તંત્ર પાસે ખેડુત આલમ ખાતર મેળવવા માટે સહયોગની અપેક્ષા રાખી રહ્યું છે જોકે આ અપેક્ષા ક્યારે કેટલી પૂરી થાય છે તે પણ મહત્વનું બની રહે છે..
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0