— એક વર્ષ અવિરત અવિશ્વસનીય સુંદર શહેર સ્વચ્છ શહેર વિકાસની અવિરત ગાથા સાથે ઐતિહાસિક વર્ષ પૂર્ણ કર્યું:
ગરવી તાકાત પાલનપુર : 2021 ના માર્ચ મહિનામાં તારીખ 15 ના રોજ ડીસા નગરપાલિકાના સુકાની તરીકે રાજુભાઈ ઠક્કર ની પસંદગી કરવામાં આવી હતી આ પસંદગીની સાથે તમામ જવાબદારીઓ ડીસા ને વિકાસની રાહ પર અવિરત પણે ડગલા ભરવા અને ડીસાના ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યાના માર્ગદર્શન હેઠળ સતત નવી ઊંચાઈ અને પ્રાપ્ત કરવી એ હેતુથી રાજુભાઈ ઠક્કર અને એમની ટીમ સતત પ્રયત્નશીલ રહી જનતાની સમસ્યાઓને તાત્કાલિક સ્થળ ઉપર નિરાકરણ રોડ રસ્તા પાણી ભૂગર્ભ ગટર યોજનાના કોઈ કામ હોય કે પછી નવીન રોડ ની કામગીરી હોય એક વર્ષમાં રાજુભાઈ ઠક્કર અને તેમના તેમના સાથીઓ સેનિટેશન વિભાગના સંગીતાબેન પ્રકાશભાઈ દવે /પાણીપુરવઠા ચેરમેનને અમિતભાઈ રાજગોર/ભૂગર્ભ ગટર યોજના શૈલેષભાઈ રાજગોર/ કારોબારી અધ્યક્ષ જીગ્નેશ ભાઈ જોષી /દબાણ શાખાના અતુલભાઈ શાહ /વસંતભાઈ શાહ/ અને બાંધકામ શાખાના રાજુભાઈ ઠાકોર /સમાજ કલ્યાણ શાખા ના નયનાબેન સોલંકી/ લાઈવ શાખાના પુનમબેન પ્રશાંતભાઈ ભાટી/ ની ટીમ તરફથી ડીસાની જનતાની વચ્ચે: રહી સતત તેમના પ્રશ્નોને વાચા આપી નિરાકરણ લાવવાની સતત પ્રયાસો કરવામાં આવ્યા છે
આ પ્રયાસના ફળસ્વરૂપે આજે ડીસા બનાસકાંઠા જીલ્લાની અંદર નગરપાલિકામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી હરણફાળ ભરી રહ્યું છે રાજુભાઈ ઠક્કર સતત ગુજરાત સરકારમાંથી અલગ અલગ વિભાગોમાં થી ગ્રાન્ટો લાવી ડીસા ને સતત વિકાસશીલ બનાવવા માટેના પ્રયત્નો એક વર્ષ દરમિયાન કરતા નજરે પડ્યા છે રાત્રિનો સમય કે કોરોના નો સમય કે પછી ભર બપોરે જનતાની સમસ્યાને લઇ સતત ડીસાની જાહેર રસ્તાઓ ઉપર રાજુભાઈ ઠક્કર પોતાની કાર્યશૈલી ને લઇ અને એક ઉત્સાહી સુકાની તરીકે હંમેશા જનતાની વચ્ચે નજરે પડ્યા છે
એક વર્ષ દરમિયાન રાજુભાઈ અને એમની ટીમ સતત અગ્રેસર રહી જનતાને સારી સવલતો આપવામાં સફળ સાબિત થયા છે અને ભવિષ્યના વિચાર સાથે આવનારા સમયમાં ડીસા શહેર અને જનતાને શું જરૂરિયાતો પડશે તેના આગમી આયોજનોને લઈને પણ સતત વિચાર કરી રહીને એ એજન્ડાને લઈને આગળ વધી રહ્યા છે
રાજુભાઈ અને એમની સંપૂર્ણ ટીમ તરફથી ડીસાની જનતાને હંમેશા પોતાના સમજી જનતાનો દુઃખ એ તમામ સભ્યોનું દુખ છે.એ હેતુથી કામ કરવાની પદ્ધતિ ડીસા નગરપાલિકા ને એક અલગ જ મુકામ ઉપર લઇ જવાનો જશ આપ્યો છે રાજુભાઈ ઠક્કર અને એમની સંપૂર્ણ ટીમ આ એક વર્ષની કામગીરી માટે જનતા તરફથી ખુબ જ પ્રશંસા અને અભિવાદન પણ પ્રાપ્ત થયા છે આજ પ્રેરણા છે
રાજુભાઈ અને એમની સંપૂર્ણ ટીમ એક અલગ દિશા સાથે જનતાના કામ કરવા માટે સતત પ્રયત્નશીલ છે ડીસા નગરપાલિકા માં વિજય ની એક વરસ અવિરત ગાથા રાજુભાઇના સુકાની બન્યા પછી લખાઈ ચુકી છે અને નગરપાલિકાની ચૂંટણી દરમિયાન પણ એક ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરી 27 સીટો પ્રાપ્ત કરીને સંપૂર્ણ બહુમતી સાથે શાસનની ધુરા સંભાળી હતી રાજુભાઈની કાર્યશૈલી અને તેમની આવડતને કારણે ડીસા આવનાર ભવિષ્યમાં પણ વિકાસની રાહ પર ના રોકાશે અને સતત આગળ વધશે એનો પણ વિશ્વાસ છે આમ એક વર્ષની સિદ્ધિમાં રાજુભાઈ એ ડીસા ને અનેક ભેટો આપી છે અને ડીસાની જનતાને પણ રાજુભાઈની કામગીરીને લઇ સતત પ્રશંસાઓ કરતી નજરે પડી ગઈ હતી.
તસવિર અને આહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર