લોકડાઉનમાં તમામ શૈક્ષણીક કામગીરીમાં રૂકાવટ આવી હતી. જેની અસર નવોદય વિધ્યાલયની પ્રવેશ પ્રક્રીયા ઉપર પણ પડી હતી. જેમાં નવોદય વિધાલય વડનગર ધોરણ 06 માં પ્રવેશ માટેની ઓનલાઇન અરજીઓની તારીખ લંબાવાઇ છે. ધોરણ 05 માં અભ્યાસ કરતા વિધાલયમાં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષા માટે 29 ડિસેમ્બર સુધીમાં અરજી કરી શકે છે.
આ પણ વાંચો – #JNV : ખાલી પડેલી જગ્યા ઉપર 13 મી ફેબ્રુઆરીના રોજ પરીક્ષા લેવાશે
આ માટે વિધાર્થીઓએ ઓનલાઇન સાઇટ http://navodaya/gov.in/nvs/en/Admision-JNVST/JNVST-class વેબસાઇટ પર જઇ ઓનલાઇન ફોર્મ ભરી શકાશે. ઓનલાઇન ફોર્મ ભરવાની વિસ્તૃત માહિતી આ વેબસાઇટ પર ઉપલ્બધ છે.