કોરોના વાઈરસના કારણે અનેક શૈક્ષણીક સંસ્થાઓમાં પ્રવેશની પ્રક્રીયા ધીમી અથવા સ્થગીત થઈ જવા પામી હતી. કેન્દ્રીય શીક્ષણીક સંસ્થા જવાહર નવોદવ વિધ્યાલયમાં પણ પ્રવેશ પ્રક્રીયા પુર્ણ ન થતા દેશભરના જવાહર વિધ્યાલયમાં ધોરણ 9 ની પ્રવેશપ્રક્રિયાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં પ્રવેશ લેવા ઈચ્છતા વિધાર્થીઓ માટે આગામી 13 મી ફેબ્રુઆરીના રોજ પરીક્ષા યોજવામાં આવી છે. જેમા મહેસાણા જીલ્લાના વડનગર સ્થિત જવાહર નવોદય વિધ્યાલયમાં પણ પરીક્ષા યોજવાની છે.

વડનગર સ્થીત જવાહર નવોદય વિધ્યાલયમાં પ્રવેશફોર્મ ભરવા ઈચ્છુક ઉમેદવારે ચાલુ શૈક્ષણિક વર્ષ 2020-21 માં મહેસાણા જિલ્લાની સરકારી શાળામાં અથવા સરકાર માન્યતા પ્રાપ્ત શાળામાં ધોરણ-8 માં અભ્યાસ કરતો હોવો જોઇએ તેમજ જન્મ તારીખ 01મે 2005 થી 30 એપ્રિલ 2009 (બંને દિવસો સહિત) દરમિયાન હોવો જોઇએ. આ માટે ઉમેદવારોએ ફરજિયાત પણે ઓન-લાઇન ફોર્મ www.nvsadmissionclassnine.in વેબસાઇટ પર ભરી શકશે. ઉમેદવારે પોતાનો ફોટોગ્રાફ, પોતાની સહી તેમજ પિતાની સહી સ્કેન કરાવીને JPG ફાઇલ ફોર્મટમાં (સાઇઝ 10 KB થી 100KB) ફોર્મ ભરતી સમયે સાથે રાખવાની રહેશે. જેથી ફોર્મ ભરવામાં સરળતા રહે. આ ઓન-લાઇન પ્રવેશફોર્મ ભરવાની છેલ્લી તા. 15 ડિસેમ્બર 2020 છે. 

દેશભરમાં 27 રાજ્યો અને 8 કેન્દ્ર સાશીત પ્રદેશો મળી કુલ 646 જવાહર નવોદય વિધ્યાલય આવેલી છે. અહી વિધાર્થીએ એક વાર પ્રવેશ મેળવી લીધા બાદ તદ્દન ફ્રીમાં શીક્ષા આપવામાં આવે છે. 

જેએનવીમાં પ્રવેશ મેળવવા માટે એન્ટ્રસ એક્ઝામ આપવાની રહેશે છે. જેમા કુલ 100 માર્ક્સનુ ક્વેસ્ચન પેપર હોય છે. 100 માર્ક્સના પેપરમાં 15 માર્ક્સનુ ઈંગલીશ,15 માર્ક્સનુ હીન્દી,  35 માર્ક્સનુ ગણીત અને 35 માર્ક્સનુ વિજ્ઞાન વિશે પુછવામા આવે છે. પરીક્ષાનો સમયગાળો અઢી કલાકનો રહે છે. દિવ્યાંગોને વધારાની 30 મીનીટ આપવામાં આવે છે.  ક્વેસ્ચન પેપર હેીન્દી અને ઈંગલીશ ભાષામાં એમ બન્ને ભાષામાં હોય છે. પરીક્ષા લેવાઈ ગયા બાદ જવાહર નવોદય વિધાલયની સીલેક્શન કમીટી નક્કી કરેલા ક્રાઈટેરીયા મુજબ વિધાર્થીની મેરીટ બહાર પાડતી હોય છે. જેમાં ટોપ કરેલા વિધાર્થીઓ જવાહર વિધાલયમાં પ્રવેશ મેળવી શકે છે.

Contribute Your Support by Sharing this News: